વિશાખાપટ્ટનમ બંદર પર રવિવારે મોડી રાત્રે ભીષણ આગ લાગતાં ઓછામાં ઓછી 25 માછીમારી બોટ બળીને રાખ થઈ ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે ભારતીય નૌકાદળના જહાજને લાવવાની ફરજ પડી હતી.
દરેક બોટની કિંમત લગભગ રૂ. 15 લાખ છે, જે આ ઘટનામાં અંદાજિત નુકસાન ₹4-5 કરોડની રેન્જમાં મૂકે છે. વિશાખાપટ્ટનમના પોલીસ કમિશનર રવિશંકરે જણાવ્યું હતું કે આગ મોડી રાત્રે એક માછીમારી બોટમાં લાગી હતી. અગ્નિ અન્ય બોટ સુધી ન ફેલાય તેની ખાતરી કરવા માટે બોટને અલગ કરાઈ હતી પરંતુ પવન અને પાણીનો પ્રવાહ તેને જેટી પર પાછો લાવ્યો હતો. તેનાથી ટૂંક સમયમાં, અન્ય બોટમાં પણ આગ લાગી હતી.
વરિષ્ઠ પોલીસ અધિકારી આનંદ રેડ્ડીએ જણાવ્યું કે આગ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ લાગી હતી. “બોટ પરના સિલિન્ડરો વિસ્ફોટનું કારણ બન્યાં હતાં. આગ લાગવાનું કારણને હજુ સુધી સમર્થન મળ્યું નથી. કોઈ જાનહાનિ નોંધાઈ નથી. કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે