તાજેતરના ડેટામાં બહાર આવ્યું છે કે ભારત સહિત વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ દ્વારા 2023માં અત્યાર સુધી દરરોજ 1,600થી વધુ કર્મચારીઓની છટણી કરી છે. વૈશ્વિક નરમાઇ અને મંદીના ભય વચ્ચે આ સામૂહિક છટણીની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.
જાન્યુઆરીના પ્રથમ 15 દિવસમાં આશરે 91 કંપનીઓએ 24,000 થી વધુ ટેક કર્મચારીઓની છટણી કરી છે, જે આવનારા ખરાબ દિવસોનો સંકેત આપે છે. Layoffs.fyi ના ડેટા મુજબ, 2022માં 1,000થી વધુ કંપનીઓએ 1.5 લાખથી વધુ કર્મચારીઓની છટણી કરી હતી.
મેટા, એમેઝોન, ટ્વિટર, બેટર ડોટ કોમ, અલીબાબા સહિતની ટેક સેક્ટરની કેટલીક મોટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. ભારતીય કંપનીઓ આ ટ્રેન્ડથી અછૂત નથી.
મેટા, એમેઝોન, ટ્વિટર, બેટર ડોટ કોમ, અલીબાબા સહિતની ટેક સેક્ટરની કેટલીક મોટી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી છે. ભારતીય કંપનીઓ આ ઘટના માટે અજાણી નથી.
સોશિયલ મીડિયા કંપની શેરચેટે બજારની અનિશ્ચિત પરિસ્થિતિઓને કારણે તેના 20 ટકા કર્મચારીઓની છટણી કરી છે, જેના કારણે 500થી વધુ કર્મચારીઓને અસર થઈ છે. ઓલાએ 200 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને વોઈસ ઓટોમેટેડ સ્ટાર્ટઅપ Skit.ai જેવી કંપનીઓ પણ હેડલાઈન્સમાં ચમકી રહી છે.
હોમગ્રોન ક્વિક ગ્રોસરી ડિલિવરી પ્રદાતા ડુન્ઝોએ ખર્ચ ઘટાડવાના પગલાં વચ્ચે તેના 3 ટકા કર્મચારીઓની છટણી કરી છે. વૈશ્વિક ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને ભારતમાં લગભગ 1,000 સહિત વૈશ્વિક સ્તરે 18,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના જાહેર કરી છે.