ગુજરાતના 2002 રમખાણો દરમિયાન પંચમહાલ જિલ્લાના દેલોલ ગામમાં લઘુમતી સમુદાયના 17 લોકોની હત્યાના કેસના 22 આરોપીઓને મંગળવારે હાલોલની એડિશનલ સેશન કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા હતા. 18 વર્ષની કોર્ટ કાર્યવાહી દરમિયાન 22માંથી આઠ આરોપીના મોત થઈ ચુક્યા છે.
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર 28 ફેબ્રુઆરી 2002ના રોજ આ હત્યાકાંડ સર્જાયો હતો તથા પુરાવાનો નાશ કરવા માટે તેમના મૃતદેહોને સળવાગી દેવામાં આવ્યા હતા. આ કેસમાં આશરે 100 સાક્ષીઓની પૂછપરછ થઈ હતી. તેમાંથી મોટાભાગના ફરી ગયા હતા. ગોધરાટ્રેન કાંડ પછી કાલોલના દેલોલ ગામમાં રમખાણો થયો હતો. આ ગામ ગોધરાથી આશરે 30 કિમી દૂર છે. તે સમયે કેટલાંક ઘરોને આંગ ચાંપી દેવામાં આવી હતી. તેમાંથી લઘુમતી સમુદાયના 17 લોકોના મોત થયા હતા.
૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગોધરા રેલવે સ્ટેશન ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ-૬ કોચ ઉપર કરાયેલા જીવલેણ હુમલાના 5૯ કાર સેવકો જીવતાં ભડથું થઈ ગયા હતા. ગોધરા કાંડને પગલે ગુજરાત ભડકે બળ્યું હતું. રાજ્યના અનેક ભાગોમાં ભીષણ કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. એમાં કાલોલ વિસ્તાર પણ બાકાત રહ્યો નહોતો. કાલોલ પાસે ગોમા નદીના પટમાંથી જીવ બચાવવા માટે ભાગી રહેલા ૧૭ જેટલા લઘુમતી કોમના પુરુષો, મહિલાઓ અને બાળકોને મોતને ઘાટ ઉતારવાની અરેરાટીભરી ઘટના બની હતી. આ બનાવમાં કાલોલ પોલીસ તંત્રએ ગુના નોંધીને ૨૨ આરોપીઓની ધરપકડ કરી હતી.
હાલોલ સ્થિત એડિશનલ સેશન્સ અદાલત સમક્ષ હાથ ધરાવામાં આવેલ કાયદાકીય દલીલોમાં અદાલત સમક્ષ ૮૪ મૌખિક પુરાવાઓ અને ૧૭૭ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કાયદાકીય દલીલોની સુનાવણીઓના અંતે ૨૧ વર્ષો બાદ હાલોલના ૪થા એડિશનલ સેશન્સ જજ હર્ષ બાલક્રિષ્ણ ત્રિવેદીએ ૮ મૃતકો સમેત ૨૨ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ ફરમાવ્યો હતો. કોર્ટે નિર્દોષ છોડી મુકેલા વ્યક્તિઓમાં મુકેશ ભાઈ રાઠોડ, જોગાભાઇ લુહાર (મરણ), બુધાભાઈ કેશરીસિંહ રાઠોડ (મરણ), ઝાલા તલાટી (મરણ), અશોકભાઈ સી પટેલ, દિલીપભાઈ ભટ્ટ, નીરવકુમાર જી પટેલ, અક્ષય શાહ, પ્રદીપભાઈ ગોહિલ (મરણ), દિલીપભાઈ ગોહિલ, કિરીટભાઈ જોશી, જિતેન્દ્રભાઈ શાહ, કિલ્લોભાઈ જાની, નસીબદાર બી રાઠોડ, અલ્કેશ મુખયાજી, એસ.કુમાર (મરણ), પ્રકાશભાઈ શાહ (મરણ), નરેન્દ્રભાઈ કાછિયા, જેણાભાઇ રાઠોડ, સુરેશભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, ડાહ્યાભાઈ પટેલ (મરણ)નો સમાવેશ થાય છે.