(PTI Photo)

જમ્મુ જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને એક ખીણમાં ખાબકતાં નવ મહિલાઓ અને બે બાળકો સહિત 21 લોકોના મોત થયા હતાં અને 54 લોકો ઘાયલ થયાં હતાં. ઘાયલોમાં 12 બાળકોનો સમાવેશ થાય છે. બસ હરિયાણાના કુરુક્ષેત્રથી શ્રદ્ધાળુઓને લઈને જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લાના પૌની વિસ્તારમાં શિવ ખોરી તરફ જઈ રહી હતી. મૃતકોમાં મોટાભાગના ઉત્તરપ્રદેશના હતાં.

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) મનોજ સિન્હાએ દુર્ઘટનામાં જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતુ અને મૃતકોના નજીકના સંબંધીઓ માટે દરેકને 5 લાખ રૂપિયાની સહાયની  જાહેરાત કરી હતી. આ અકસ્માત જમ્મુ જિલ્લાના ચોકી ચોરા પટ્ટામાં તુંગી-મોરહ ખાતે થયો હતો  75 મુસાફરોને લઈ જતી બસ લગભગ 150 ફૂટ નીચે ખીણમાં ખાબકી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટાભાગના પીડિતો ઉત્તર પ્રદેશના છે.પોલીસ દ્વારા જાહેર કરાયેલી યાદી અનુસાર ઘાયલ લોકોમાં 25 મહિલાઓ, 17 પુરૂષો અને 12 બાળકો છે. આર્મી, પોલીસ અને સ્થાનિક લોકોએ મૃતદેહો અને ઘાયલ લોકોને બહાર કાઢવા માટે દોરડાનો ઉપયોગ કર્યો હતો. આર્મીએ બસને ખીણમાંથી બહાર કાઢવા માટે ક્રેન્સનો ઉપયોગ કર્યો હતો

LEAVE A REPLY