21 islands of Andaman-Nicobar were named Paramvir Chakra laureates
નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 23 જાન્યુઆરીએ આંદામાન અને નિકોબારના 21 ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાના નામ આપીને તેમનું નામકારણ કર્યું હતું. (ANI Photo)

નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 126મી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 23 જાન્યુઆરીએ આંદામાન અને નિકોબારના 21 ટાપુઓને પરમવીર ચક્ર વિજેતાના નામ આપીને તેમનું નામકારણ કર્યું હતું. પોર્ટ બ્લેર ખાતે યોજાયેલા આ અંગેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ હાજરી આપી હતી.  

આ કાર્યક્રમનું વર્ચ્યુલી ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતુ કે, આજે જે 21 ટાપુઓના નામકરણને નવા નામ મળ્યા છે,  તે એક ભારત, શ્રેષ્ઠ ભારતનો મહત્વનો સંદેશ લોકો સુધી પહોંચે છે. આ સંદેશ આપણા સશસ્ત્ર દળોની બહાદુરી વિશે છે. તમામ 21 પરમવીરોનો એક જ સંકલ્પ હતો ‘ભારત ફર્સ્ટ’. આજે આ ટાપુઓના નામકરણથી તેમનો સંકલ્પ કાયમ માટે અમર થઈ ગયો છે. છેલ્લા 8 વર્ષમાં દેશે આ દિશામાં સતત પ્રયાસો કર્યા છે. 

તેમણે જણાવ્યું હતું કે આ 21 ટાપુઓ હવે પરમવીર ચક્ર વિજેતાના નામ પરથી ઓળખાશે. આવનારી પેઢીઓ આ અધ્યાયને આઝાદીના અમૃતના મહત્વના દિવસ તરીકે યાદ રાખશે. આ ટાપુઓ આપણી નવી પેઢીઓ માટે પ્રેરણાનું સ્થાન બની રહેશે. આ જ ધરતી છે પહેલીવાર સ્વતંત્ર રીતે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. સેલ્યુલર જેલમાં આજે પણ એ અભૂતપૂર્વ જુસ્સાના અવાજોની વેદના સંભળાય છે. આઝાદી બાદ નેતાજીને ભૂલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

LEAVE A REPLY