રોલ્સ રોયસનું નામ, લક્ઝરી, સ્ટાન્ડર્ડ બધું જ મોંઘુ છે. તેમાં પણ હવે કંપનીએ વિશ્વની સૌથી મોંઘી £20 મિલિયનની કાર એક અનામી બિલિયોનેર દંપતી માટે બનાવી છે.
બોટ ટેઈલ કન્વર્ટિબલ ગ્રાન્ડ ટૂરર એ ખૂબ જ વ્યક્તિગત સ્પર્શ આપીને ખાસ પ્રેરાણાથી હાથથી બનાવાયેલી કાર છે. રોલ્સ રોયસની ત્રણ પૈકીની પ્રથમ કાર ખરીદનીર માલિક દેખીતી રીતે શેમ્પેઈન, અલ્ફ્રેસ્કો ભોજન અને પેનના શોખીન છે. આ કારના પાછળના ડેક પર ડિનર સેટ, મેચિંગ ખુરશીઓ સાથે કોકટેલ ટેબલ પણ છે અને તમે જ્યારે જમવા માંગો ત્યારે તે આપમેળે વિસ્તરે છે. શેમ્પેન અને વાઇન 6 સેલ્સીયસ સુધી ઝડપથી ઠંડા કરી શકાય તે માટે રેફ્રિજરેટર પણ છે.
પેનનો સંગ્રહ કરતા શોખીનો માટે કારના બોટ ટેઈલના ગ્લોવ બૉક્સમાં, ખાસ કરીને પ્રિય મોન્ટબ્લેન્ક પેન મૂકવાના હાથ બનાવટના એલ્યુમિનિયમ અને ચામડાના કેસ મૂકાયા છે.
આ કાર કોચબિલ્ટ છે, એટલે કે ચેસીસ, એન્જિન અને અન્ડરપિનિંગ્સ હાલની ફેન્ટમ કાર પર આધારિત છે. ઘડિયાળથી લઇને મોટી પેનલ્સ સુધીની બધી ચીજો હાથથી બનાવેલી છે. ગ્રાહકની પસંદગી મુજબની અનોખી કારની ડિઝાઇન અને નિર્માણ માટે ચાર વર્ષ લાગ્યા છે.