સ્વીડનમાં 2023માં કુરાન બાળી નાખનાર એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરાઈ હતી. કુરાન બાળવાની ઘટનાને પગલે મુસ્લિમ દેશોમાં આક્રોશ ફેલાયો હતો.
મીડિયાએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે પોલીસે એક દિવસ પહેલા ગોળીબારમાં એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
ખ્રિસ્તી ઇરાકી સલવાન મોમિકા નામના વ્યક્તિએ વિરોધ પ્રદર્શનો દરમિયાન કુરાન બાળ્યું હતું. તેની સામે વંશીય દ્રેષ ફેલાવાનો કેસ દાખલ કરાયો હતો અને સ્ટોકહોમની એક અદાલત ગુરુવારે ચુકાદો આપવાની હતી. કોર્ટે 3 ફેબ્રુઆરી સુધી ચુકાદો મોકૂફ રાખતાં જણાવ્યું હતું કે સલવાન મોમિકાનું અવસાન થયું છે, વધુ સમયની જરૂર છે.