2022 Booker Prize , Sri Lankan author Shehan Karunathilaka
(Photo by Kate Green/Getty Images)

આયોજકોએ સમારંભમાં આવવા માટે વિમાન ભાડુ આપવું પડ્યું

આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકાના લેખક શેહાન કરુણાતિલાકાને સોમવારે તેમની બીજી એડલ્ટ નવલકથા ‘ધ સેવન મૂન્સ ઓફ માલી અલ્મેડા’ માટે બુકર પુરસ્કાર મળ્યો છે, પરંતુ પ્રતિષ્ઠિત પ્રાઇઝના સમારંભમાં હાજર રહેવા માટે તેમના પાસે પૈસા ન હતા અને તેથી આયોજકોએ તેમના વિમાન ભાડાની ચુકવણી કરવી પડી હતી. આ સ્થિતિ શ્રીલંકાની હાલત કેટલીક કફોડી છે તેનો ચિતાર આપે છે.

2008માં અરવિંદ અડિગા વ્હાઇટ ટાઈગર માટે પુરસ્કાર જીત્યા તે પછી કરુણાતિલાકા એશિયામાં જન્મેલા બુકર પ્રાઈઝના પ્રથમ વિજેતા બન્યા છે. બ્રિટન, કોમનવેલ્થ અને આયર્લેન્ડના બહારના અંગ્રેજીમાં લખનારા લેખકોને નોમિનેટ કરવાની મંજૂરી આપવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા પછી એશિયામાં જન્મેલા તેઓ પ્રથમ વિજેતા બન્યા છે.

નવલકથા ‘ધ સેવન મૂન્સ ઓફ માલી અલ્મેડા’ ગે વોર ફોટોગ્રાફર પર કેન્દ્રિત ભૂતની વાર્તા છે. નિર્ણાયકોના અધ્યક્ષના જણાવ્યા મુજબ આ નવલકથા વાચકોને “જીવન અને મૃત્યુના રોલરકોસ્ટર પ્રવાસ પર લઈ જાય છે. . . તે ડાર્ક હાર્ટના એવા વિશ્વમાં લઈ જાય છે કે જ્યાં તેઓને “આનંદ, માયા, પ્રેમ અને વફાદારી”ની અનભૂતિ થાય છે.

અધ્યક્ષ નીલ મેકગ્રેગોરે ઉમેર્યું કે આ નવલકથાનો વ્યાપ અન્ય કોઈપણ કરતા વધુ શ્રેષ્ઠ છે. તેની વિવિધતા, ભાષા શૈલી તથા ફિલોસોફિકલ ધ્યાનથી આનંદ તરફના વળાંક માટેનો તેમના આત્મવિશ્વાસ પણ બીજા કરતાં શ્રેષ્ઠ છે.

સોમવારે બહાર આવ્યું હતું કે કરુણાતિલાકાને સમારોહ માટે બ્રિટન આવવા માટે બુકર પ્રાઇઝ ફાઉન્ડેશને તેમને નાણાકીય સહાય પૂરી પાડી હતી. તેમનું પુસ્તક સોર્ટ ઓફ બુક્સ નામના નાના સ્વતંત્ર પ્રકાશકે પ્રકાશિત કર્યું હતું.
બુકર પ્રાઈઝ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ગેબી વૂડે જણાવ્યું હતું કે આ વર્ષે જેમના પુસ્તકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી એક પ્રકાશક ગૃહ “ચિંતિત” બન્યું હતું કે તે વાચકોના રસમાં પ્રચંડ વધારા સાથે તાલ મિલાવવાની ક્ષમતા ધરાવતું નથી. અહીં ઉલ્લેખનીય છે કે ઐતિહાસિક રીતે પેંગ્વિન રેન્ડમ હાઉસ જેવા મોટા પ્રકાશક ગૃહોનું બુકર પ્રાઈઝ પર પ્રભુત્વ રહ્યું છે.

તેમણે કહ્યું હતું કે ફાઉન્ડેશન કરુણાતિલાકા અને અમેરિકન લેખક પર્સિવલ એવરેટના પુસ્તક પ્રકાશનના ખર્ચમાં યોગદાન આપી રહ્યું છે. અમેરિકન લેખકનું ધ ટ્રીઝ નામનું પુસ્તક શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું હતું.
‘ધ સેવન મૂન્સ ઑફ માલી અલ્મેડા’ કરુણાતિલાકાનું બીજું એડલ્ટ પુસ્તક છે. 2010માં તેમની પ્રથમ કૃતિ ધ ચાઈનામેનને વિઝડન પેનલે ક્રિકેટ અંગેના સૌથી મહાન પુસ્તકો પૈકીનું એક ગણાવ્યું હતું.

કરુણાતિલાકાની કહાની બે બાળકોના 47 વર્ષીય પરિણીત પિતાની છે. તે 1989ના શ્રીલંકા સેટ કરવામાં આવી છે. આ કહાની જેલમાં બંધ ગે વોર ફોટોગ્રાફરના પરલોક જીવન પર કેન્દ્રિત છે.

કરુણાતિલકાએ ધ ટાઈમ્સ અને ધ સન્ડે ટાઈમ્સ ચેલ્ટનહામ લિટરેચર ફેસ્ટિવલમાં જણાવ્યું હતું કે મૃત્યુ પછીના જીવન વિશે સામાન્ય જ્ઞાનના અભાવને કારણે તેમને પુષ્કળ અવકાશ આપ્યો હતો. “મારે મૃત્યુ પછીના જીવનનું વર્ણન કરવું છે અને મેં સંખ્યાબંધ હોરર મૂવીઝ જોઇ હતી, તમામ ધાર્મિક ગ્રંથો વાંચ્યા, મૃત્યુના નજીકના અનુભવો કર્યા અને તે વિશે કોઈ જાણતું નથી તેથી હું તેની શોધ કરી શક્યો.”

મેકગ્રેગોર અને તેના ચાર સાથી ન્યાયાધીશોએ 170 પુસ્તકોની યાદી સાથે શરૂઆત કરી હતી. અને છ શોર્ટલિસ્ટ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે “આ એક આધ્યાત્મિક થ્રિલર છે. તે એવું પરલોક જીવન છે કે જે માત્ર વિવિધ શૈલીઓની જ નહીં પરંતુ જીવન અને મૃત્યુ, શરીર અને આત્મા, પૂર્વ અને પશ્ચિમની સીમાઓને ઓગાળી નાખે છે. તે સંપૂર્ણ રીતે ગંભીર ફિલોસોફિકલ રોમ્પ છે, જે વાચકને “ડાર્ટ હાર્ટના વિશ્વમાં” – શ્રીલંકામાં ગૃહયુદ્ધની ખૂની ભયાનકતા તરફ લઈ જાય છે..”

 

 

LEAVE A REPLY