પાપુઆ ન્યુ ગિનીએ સોમવારે યુએનને જાણકારી આપી હતી કે ભીષણ ભુસ્ખલથી ઓછામાં ઓછા 2,000થી વધુ લોકો જીવતા દટાયા હતા. આ કુદરતી આપત્તિમાં એક દૂરના ગામનો સંપૂર્ણ નાશ થયો હતો. શુક્રવારની વહેલી સવારે માઉન્ટ મુંગાલો પર્વતમાંથી ભારે ભૂસ્ખલ થયું હતું.
દેશના રાષ્ટ્રીય આપત્તિ કેન્દ્રે રાજધાની પોર્ટ મોરેસ્બીમાં યુએન ઓફિસને જણાવ્યું હતું કે, ભૂસ્ખલનથી 2,000થી વધુ લોકો જીવતા દટાઈ ગયા હતા અને મોટો વિનાશ થયો હતો. એન્ગા પ્રાંતમાં દૂરસ્થ પહાડી ગામ લગભગ નાશ પામ્યું હતું. જેમાં સંખ્યાબંધ ઘરો અને તેમની અંદર સૂતા લોકો દટાઈ ગયા હતા. ભૂસ્ખલનને કારણે ઇમારતો, ખાદ્યપદાર્થોના બગીચાઓમાં મોટો વિનાશ થયો હતો અને દેશની આર્થિક જીવનરેખા પર મોટી અસર પડી હતી. પોરગેરા ખાણનો મુખ્ય ધોરીમાર્ગ “સંપૂર્ણપણે બ્લોક” હતો.