20% tax levied on forex payments by credit card in India
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે ભારતીય રિઝર્વ બેંક સાથે પરામર્શ કરીને એક નિયમમાં સુધારો કર્યો છે. તેનાથી ભારતની બહાર ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડના ઉપયોગ પર 20 ટકા TCS લાગુ પડશે. નાણા મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું હતું 1 જુલાઈથી ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ પેમેન્ટ્સનો સમાવેશ લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ (LRS) હેઠળ થશે. આનો અર્થ એવો થાય છે કે વિદેશમાં ક્રેડિટ કાર્ડના ખર્ચ પર 20 ટકા ટીડીએસ લાગુ પડશે. નવ નિયમ પ્રમાણે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર તથા ભારતમાં બેસી વિદેશમાં માલસામાન તથા સેવા પેટે ચૂકવણી કરનારા કાર્ડધારકો પાસેથી વીસ ટકા ટીસીએસ વસૂલવામાં આવશે.  

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ (કરન્ટ એકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ) રૂલ્સ2000ના નિયમ 7ને રદ કરવામાં આવ્યો છેજેટ 2023 માં સરકારે વિદેશી ટૂર પેકેજો અને એલઆરએસના TCS દર હાલના 5% થી વધારીને 20% કર્યા હતા. શિક્ષણ અને તબીબી ખર્ચ સિવાય નવા દર 1 જુલાઈ2023 થી લાગુ થશે. જોકે તમે તમારા ટેક્સ રિટર્નમાં TCS ક્લેમ કરી શકો છો. 

વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને ભારતમાં પૈસા મોકલવા માટે પણ એક અલગ કાયદો છે. તેને લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ અથવા લિબરલાઈઝ્ડ મની રેમિટન્સ સ્કીમ કહેવામાં આવે છે. આ સ્કીમ હેઠળ આરબીઆઈની પરવાનગી વિના 2.5 લાખ ડોલરની રકમ મોકલી શકાય છે. તેનાથી વધારાની રકમ માટે પરવાનગી મેળવવાની  રહેશે. અગાઉ FEMAના નિયમ 7 હેઠળ આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ્સ આમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. પરંતુ આ નિયમ 7 હવે હટાવી દેવામાં આવ્યો છેજેના કારણે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ આ યોજનામાં સામેલ કરવામાં આવ્યો છે. એટલે કેહવે જો તમે વિદેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છોતો તે LRSના દાયરામાં આવશે. 

LEAVE A REPLY