20 new nuclear power plants
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં 2031 સુધીમાં નવા 20 ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ્સ ધમધમતા કરી દેવાશે. તેના દ્વારા વીજ ઉત્પાદન ક્ષમતામાં અંદાજે 15,000 મેગાવોટનો ઉમેરો કરાશે તેવી સરકારે લોકસભામાં માહિતી આપી હતી. આ 20 ન્યૂક્લીયર પાવર પ્લાન્ટમાંથી સૌપ્રથમ 700 મેગાવોટનું યુનિટ 2023માં ગુજરાતના કાકરાપાર ખાતે શરૂ થવાની ધારણા છે, જ્યાં હાલમાં ત્રણ પ્લાન્ટ કાર્યરત છે.  

વડાપ્રધાન કાર્યાલયમાં રાજ્યપ્રધાન જિતેન્દ્ર સિંહે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે કલ્પક્કમ ખાતે 500 મેગાવોટનો પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર 2024માં કાર્યરત થવાની સંભાવના છે, ત્યારબાદ 2025માં કુડાનકુલમ ખાતે 1,000 મેગાવોટના બે એકમો કાર્યરત થવાની સંભાવના છે. વિચારણા હેઠળના પ્રોજેક્ટ્સની વિગતોની યાદી આપતા તેમણે જણાવ્યું હતું કે રાજસ્થાનના રાવતભાટા ખાતે 700 મેગાવોટના બે એકમો 2026 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે, જ્યારે 2027 સુધીમાં કુડનકુલમ ખાતે વધુ બે 1,000 મેગાવોટના એકમોનું કામ પૂર્ણ થવાની શક્યતા છે, એમ તેમણે જણાવ્યું હતું.  હરિયાણાના ગોરખપુરમાં 2029 સુધીમાં 700 મેગાવોટના બે એકમો પૂર્ણ થવાની સંભાવના છે.      

આ ઉપરાંત સરકારે ગોરખપુર, હરિયાણા (યુનિટ્સ 3 અને 4), કૈગા, કર્ણાટક (યુનિટ્સ 5 અને 6), ચુટકા, મધ્યપ્રદેશ (યુનિટ્સ 1 અને 2) અને રાજસ્થાનના માહી બાંસવાડામાં ચાર યુનિટ્સમાં 700 મેગાવોટના 10 અણુ વિદ્યુત એકમોના નિર્માણ માટે વહીવટી અને નાણાકીય મંજૂરી આપી હતી. 

LEAVE A REPLY