Increase in corona again in India
(Photo by Jane Barlow - WPA Pool/Getty Images)

ચીન અને બીજા કેટલાંક દેશોમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી સરકારે ગુરુવારે આંતરરાષ્ટ્રીય મુસાફરોના રેન્ડમ સ્ક્રીનીંગ માટે માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે પાઠવેલા પત્ર અનુસાર ફ્લાઇટમાં કુલ મુસાફરોમાંથી બે ટકા મુસાફરોનું ભારતના એરપોર્ટ પર રેન્ડમ પોસ્ટ-અરાઇવલ કોરોના ટેસ્ટિંગ કરાશે.

કયા મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેનો નિર્ણય સંબંધિત એરલાઇન્સ કરશે. ટેસ્ટ માટે પસંદ કરાયેલા મુસાફરો વિવિધ દેશોનો હોવા જોઇએ. પસંદ કરાયેલા મુસાફરો તેમના સેમ્પલ સબમિટ કરશે અને તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે.

જો કોઇ મુસાફર કોરોના પોઝિટિવ આવશે તો રિપોર્ટની એક નકલ સંબંધિત ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામને મોકલવામાં આવશે. આ પછી રિપોર્ટની કોપી ફોલો-અપ એક્શન માટે સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવશે. જો પ્રવાસીઓનો ટેસ્ટ પોઝિટિવ આવશે, તો તેમના સેમ્પલ INSACOG લેબોરેટરી નેટવર્ક પર જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવાના રહેશે.

LEAVE A REPLY