ભારતમાં કોરોના વાયરસની સામે લડત આપવા માટે તૈયાર કરવામાં આવેલી 2-DG દવાને સોમવારે લૉન્ચ કરવામાં આવી હતી. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. હર્ષવર્ધને સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહની હાજરીમાં DRDOના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલી 2-DG દવા લૉન્ચ કરી હતી. આ ખાસ પ્રસંગે આરોગ્ય પ્રધાને જણાવ્યુ હતું કે જે દર્દીઓ વધુ ગંભીર છે, તેમને આ દવા નહીં આપવામાં આવે, પરંતુ જેની અંદર કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, તેમને તે આ દવા આજથી આપવાની શરૂ કરી દેવામાં આવશે.
DRDOના વૈજ્ઞાનિકોની રિસર્ચ અને સખત મહેનત બાદ ભારતે કોરોના વિરુદ્ધ આ દવા તૈયાર કરી છે, જેનાથી લોકોને રાહત મળવાની આશા છે. 2-DG દવાના 10 હજાર ડૉઝનો પહેલો જથ્થો લૉન્ચ કરવામાં આવ્યો હતો. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ આ મહિનાના પ્રારંભમાં આ દવાના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપી હતી.
DRDOના અધિકારીએ જણાવ્યુ કે આ દવા દર્દીઓને ઝડપી રિક્વરી માટે મદદ કરશે, અને તેની ઓક્સિજન પરની નિર્ભરતાને પણ ખુબ ઓછી કરી દે છે. દવા નિર્માતા ભવિષ્યમાં આના ઉપયોગ માટે દવાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવા પર કામ કરી રહ્યાં છીએ. દવા ડૉક્ટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિકોની એક ટીમને બનાવી છે. આ દવાને ફેઝ 2 અને ફેઝ 3ના ક્લિનિકલ ટ્રાયલમાં ખુબ સારુ પ્રદર્શન કર્યુ છે. મેથી ઓક્ટોબરની વચ્ચે થયેલા ટ્રાયલમાં દવાને કૉવિડ દર્દીઓ પર અસરકારક રહી હતી.