બ્રિટનને સમાન સ્તરનું બનાવવા અને વધુ વરિષ્ઠ સિવિલ સર્વન્ટ્સ અને મિનીસ્ટર્સને લંડનની બહાર ખસેડવાની યોજનાના ભાગરૂપે મિડલેન્ડ્સ બે સરકારી વિભાગોનું કેન્દ્ર બનનાર છે. ડીપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ માટે બર્મિંગહામને શક્ય નવા ઘર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. જ્યારે વુલ્વરહેમ્પ્ટન હાઉસિંગ, કોમ્યુનિટીઝ અને લોકલ ગવર્નમેન્ટ વિભાગના સિવિલ સર્વન્ટ્સ માટેનું યજમાન બનશે.
દરખાસ્તો હેઠળ મંત્રીઓ લંડનની બહાર અઠવાડિયામાં બે દિવસ સુધી કામ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. માઇકલ ગોવ, ડચી ઑફ લેન્કેસ્ટરના ચાન્સેલર ડિજિટલ, કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ વિભાગને માન્ચેસ્ટર ખસેડવાની વિચારણા અલગથી કરી રહ્યા છે. સિવિલ સર્વન્ટ્સને ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઓફિસમાંથી ગ્લાસગોમાં ખસેડવાના વિકલ્પો ધ્યાનમાં લેવામાં આવી રહ્યા છે.
ચાન્સેલર ઋષિ સુનકે માર્ચમાં તેમના બજેટમાં 22,000 સિવિલ સર્વન્ટ્સને આગામી દાયકામાં યુકેના વિવિધ વિસ્તારોમાં ખસેડવાની યોજના જાહેર કરી હતી. ગયા મહિને સરકારે તેની “પ્સેલીસ ફોર ગ્રોથ સેટ્રેટેજી”ના ભાગ રૂપે પીટરબરોમાં એક મોટા નવા હબનું અનાવરણ કર્યું હતું. તેમાં 2022થી શહેરના ફ્લેટન ક્વેઝ ખાતે એચ.એમ. પાસપોર્ટ ઑફિસ અને ડીપાર્ટમેન્ટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ વિભાગના 1000 અધિકારીઓ રહેશે.
કો ડરહામના ડારલિંગ્ટન નજીક ટ્રેઝરી “કેમ્પસ” માટે પણ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. ચાન્સેલર સુનકની પોતાની બેઠક, રિચમન્ડ (યોર્ક), આ માર્કેટ ટાઉનથી અડધો કલાકની અંતરે છે.