19 actors cast in Shahrukh's 'Jawaan'
(Photo by STR/AFP via Getty Images)

શાહરૂખ ખાનની નવી ફિલ્મ ‘પઠાણ’ની ધમાકેદાર સફળતા પછી હવે ‘જવાન’ની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમની આ ફિલ્મનું દિગ્દર્શન સાઉથ ઇન્ડિયન ફિલ્મોના જાણીતા ફિલ્મકાર એટલી કરી રહ્યા છે. શાહરુખના ચાહકો તેમની ‘જવાન’ ફિલ્મ માટે ખુબ જ ઉત્સુક છે અને તેઓ આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. તાજેતરમાં જ જવાનની નવી રિલિઝ ડેટ જાહેર કરવામાં આવી છે, તે મુજબ આ ફિલ્મ 7 ડિસેમ્બરના રોજ રિલિઝ થશે. ફિલ્મ જવાનમાં શાહરૂખની સાથે દક્ષિણની ફિલ્મોના અને બોલીવૂડના અનેક કલાકારો કામ કરી રહ્યા છે.

કહેવાય છે કે આ ફિલ્મમાં શાહરૂખની સાથે કુલ 19 સ્ટાર એક્ટર-એક્ટ્રેસ જોવા મળશે. આ માહિતી જાણ્યા પછી શાહરૂખ ખાનના પ્રસંશકોનો ઉત્સાહ અને ઉત્તેજનામાં વધારો થશે. આજ કાલ રેડિટ પર ‘જવાન’ ફિલ્મના કલાકારોની તસ્વીરો વાઇરલ થઇ રહી છે, અને સાથે એવો પણ દાવો કરાયો છે કે ‘જવાન’ માટે તેઓ ફાઇનલ છે અને હવે તેમાં કોઇ ફેરફાર થવાનો નથી. આ સ્ટારકાસ્ટ જોઇને એમ જરૂર કહી શકાય કે જવાન ફિલ્મ ભારતના તમામ શહેરમાં ભારે ધમાલ મચાવી શકે છે.રેડિટ ઉપર મૂકાયેલી તસ્વીરો અનુસાર શાહરૂખની સાથે સાઉથની જાણીતી અભિનેત્રી નયનતારા અને અભિનેતા વિજય સેતુપતિ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ સ્ટાર કલાકારો ઉપરાંત ફિલ્મમાં સુનિલ ગ્રોવર, પ્રિયામણિ, સાન્યા મલ્હોત્રા, કોમેડિયન યોગી બાબુ, લહર ખાન, આશ્લેષા ઠાકુર, ઋતુજા શિંદે, આલિયા કુરેશી, કેની બસુમતારી, રિદ્ધિ ડોગરા, સંગય ત્શેલ્ટ્રિયમ, જાફર સાદિક, રવિરાજ કાંડે, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય અને સુખવિંદર ગ્રેવાલ જોવા મળશે. આ તમામ કલાકારો જુદા જુદા પાત્રો ભજવીને દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે તેવું કહેવાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments