ઇન્ડોનેશિયામાં ફૂટબોલ સ્ટેડિયમમાં શનિવારની રાત્રે મચેલી ભાગદોડ અને હિંસામાં ઓછામાં ઓછા 174 લોકોના મોત થયા હતા અને આશરે 180 લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક ટીમના પરાજય પછી પ્રેક્ષકો પીચ પર ઘસી ગયા હતા અને તેનાથી પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો અને તેથી ભાગદોડ મચી હતી, એમ ઇસ્ટ જાવા ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના ડેટામાં જણાવ્યું હતું.
આ ઘટના ઇન્ડોનેશિયાના પૂર્વીય શહેર મલંગમાં બની છે. સ્પોર્ટસ જગતના આ સૌ વધુ ઘાતક ઘટના માનવામાં આવે છે. પોલીસે આ અશાંતિને રમખાણો ગણાવ્યા હતા. પોલીસે પ્રેક્ષકોને સ્ટેન્ડમાં પરત જવાનું કહ્યું હતું. બે અધિકારીઓના મોત બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
ઇન્ડોનેશિયાની BRI લીગ-1માં અરેમા એફસી અને પર્સેબાયા સુરબાયા વચ્ચે મેચ ચાલી રહી હતી. પર્સબાયાની ટીમ હારી ગઈ હતી. તેથી ટીમના સમર્થકો મેદાનમાં દોડ્યા હતા. તેમને રોકવા માટે પોલીસે ટીયરગેસ છોડવો પડ્યો હતો, જેના કારણે નાસભાગ મચી ગઈ હતી.પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં 127 લોકોનાં મોત થયાં છે, જેમાંથી બે પોલીસ અધિકારી છે. સ્ટેડિયમની અંદર 34 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બાકીના લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા.
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ચાહકો સુરક્ષાકર્મીઓ પર વસ્તુઓ ફેંકતા જોવા મળે છે. ભીડને નિયંત્રિત કરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ છોડ્યા. ઈન્ડોનેશિયાના ફૂટબોલ એસોસિએશન (PSSI) એ આ ઘટના પર શોક વ્યક્ત કરતું નિવેદન જાહેર કર્યું છે.આ ઘટનાના વિડીયો વાઇરલ થયા હતા, તેમાં દેખાય છે કે પોલીસ ગ્રાઉન્ડમાં ઉતરેલા લોકો સામે આક્રામક મૂડમાં દેખાઈ રહી છે.