કોરોના વાયરસ મહામારીની વચ્ચે અશ્વેત નાગરિક જોર્જ ફ્લોયડના મોત બાદ અમેરિકમાં હિંસા ભડકી ઉઠી છે. અમેરિકામાં લગભગ 140 શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે દેશના 24 રાજ્યોમાં લગભગ 17,000 સૈનિકોને તહેનાત કરી દીધા છે.
આ વચ્ચે વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, હિંસા, લૂંટ, અરાજકતા અને નુકસાનને ચલાવી લેવામાં નહીં આવે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈલી મૈકનૈનીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, અમે અમેરિકાના રોડ પર જે થઈ રહ્યું તે જોઈ રહ્યા છે અને તે મંજૂર નથી. આ ગુનાહિત કૃત્ય પ્રદર્શન નથી અને નતો અભિવ્યક્તિ છે. આ માત્ર ગુનો છે જે નિર્દોષ અમેરિકાના નગારિકોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
પ્રેસ સચિવે જણાવ્યું છે કે, 24 રાજ્યોમાં નેશનલ ગાર્ડના લગભગ 17,000 સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ 3,50,000 નેશનલ ગાર્ડ ઉપલબ્ધ છે અને હિંસાને રોકવા માટે પગલા લેવામાં આવશે. દેશમાં ગવર્નરો માટે કાર્યવાહી કરશે. તેમણે રાજ્યમાં નેશનલ ગાર્ડ તહેનાત કરવા જોઈએ કેમકે આ અમેરિકાના સમાજને બચાવવા માટે જરૂરી છે.