અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસમાં 17 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની સરહદની વાડ પર ચડતી વખતે કેલિફોર્નિયામાં એક બોર્ડર પોસ્ટ પરથી તેમની ઝડપી લેવામાં આવ્યા હતા. આવી રીતે ગેકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારા કુલ 100 લોકોની ઝડપી લેવાયા હતા, જેમાં 17 ભારતીય નાગરિકો છે, એમ સત્તાવાળાએ જણાવ્યું હતું.

ઇમ્પેરિયલ બીચ સ્ટેશનના સેન ડિયોગો સેક્ટર બોર્ડર પેટ્રોલ એજન્ટ્સે મંગળવારે સવારે 2 વાગ્યે 100 લોકોના જૂથને ઝડપી લીધું હતું. આ લોકો આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના નાગરિકો હતા.
યુસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન એજન્સીએ જણાવ્યું હતું કે બોર્ડર ફિલ્ડ સ્ટેટ પાર્કથી અડધો માઇલ પૂર્વ દિશામાં આવેલી વાડ પર ચડાવાનો માઇગ્રેન્ટનું એક મોટું ગ્રૂપ પ્રયાસ કરી રહ્યું હતું. તે સમયે પોલીસે તેમને ઝડપી લીધા હતા. આ ગ્રૂપમાં મોટાભાગના લોકો સ્પેન સિવાયની ભાષા બોલતા હતા. તેથી બોર્ડર પેટ્રોલ એજન્ટે ટ્રાન્સલેશન સપોર્ટ લેવો પડ્યો હતો.

તમામ લોકોને નજીકના પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. અહીં તેમની મેડિકલ તપાસ થઈ હતી. બોર્ડર પાર કરવાનો પ્રયાસ કરનારા ગ્રૂપમાં 79 સિંગલ પુખ્ત, 18 પરિવારના સભ્યો અને ત્રણ સગીર વયના હતા. આ લોકો 12 દેશોના નાગરિકો છે. તેમાથી સોમાલિયાના 37, ભારતના 17, અફધાનિસ્તાનના 6, પાકિસ્તાનના 4 અને બ્રાઝિલના 3 લોકોનો સમાવેશ થાય છે.2022ના નાણાકીય વર્ષમાં સાન ડિયોગો સેક્ટરમાંથી આશરે 1.45 લાખ માઇગ્રેન્ટની ધરપકડ થઈ છે. આમાંથી આશરે 44,444 માઇગ્રેન્ટ મેક્સિકો સિવાયના દેશોમાંથી આવતા હતા.

LEAVE A REPLY