ભારત હાલમાં તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે અને તેના એક ભાગરૂપે આગામી તા. 16 સપ્ટેમ્બરે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે ભારતના નિવૃત્ત ક્રિકેટર્સની ટીમ અને રેસ્ટ ઓફ વર્લ્ડના નિવૃત્ત ક્રિકેટર્સની ટીમ વચ્ચે એક મેચ રમાશે.
એ મેચની સાથે ભારતમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટનો પણ આરંભ થશે.
ઈન્ડિયન મહારાજા અને વર્લ્ડ જાયન્ટ્સ ટીમ વચ્ચેના મુકાબલામાં ક્રિકેટ જગતના એક સમયના સુપરસ્ટાર્સ ફરી પોતાનો ક્રિકેટનો કસબ દર્શાવશે. ભારતીય ટીમનું સુકાનીપદ વર્ષનો સૌરવ ગાંગુલી સંભાળશે, તો સામે રેસ્ટ ઓફ વર્લ્ડ ટીમનું સુકાન ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા ભૂતપૂર્વ કેપ્ટન અને ૩૫ વર્ષના ઓઈન મોર્ગનના હાથમાં રહેશે. બન્ને ટીમ આ મુજબ છે.
ઈન્ડિયન મહારાજા:
ગાંગુલી (કેપ્ટન), વિરેન્દ્ર સેહવાગ, મોહમ્મદ કૈફ, યુસુફ પઠાણ, એસ.બદ્રિનાથ, ઈરફાન પઠાણ, પાર્થિવ પટેલ (વિ.કી.), સ્ટુઅર્ટ બિન્ની, એસ. શ્રીસંત, હરભજન, નમન ઓઝા (વિ.કી.), ડિન્ડા, પ્રજ્ઞાન ઓઝા, અજય જાડેજા, આર. પી. સિંઘ, જોગીન્દર શર્મા અને રિતિન્દર સિંઘ સોઢી.
વર્લ્ડ જાયન્ટ્સ:
મોર્ગન (કેપ્ટન), ફિલ સિમોન્સ, હર્ષેલ ગિબ્સ, જેક કાલીસ, સનથ જયસૂર્યા, મેટ પ્રાયર (વિ.કી.), નાથન મેક્કુલમ, જોન્ટી રોડ્ઝ, મુથૈયા મુરલીધરન, ડેલ સ્ટેઈન, મસાકાદ્ઝા, મુશરફ મોર્તઝા, અફઘાન, જોન્સન, બ્રેટ લી, કેવિન ઓ‘બ્રાયન અને રામદીન (વિ.કી.).