૬ઠ્ઠી ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ સત્તાના સિંહાસને બિરાજેલાં બ્રિટનના મહારાણી એલિઝાબેથના શાસનકાળમાં વિન્સ્ટન ચર્ચિલથી લઈને લિઝ ટ્રસ સુધીના એક બે નહિં પણ કુલ વડાપ્રધાનોને શપથ લીધા હતા.
એલિઝાબેથ મહારાણી બન્યાં ત્યારે બ્રિટનના વડાપ્રધાન તરીકે વિન્સ્ટન ચર્ચિલ સત્તા સંભાળતા હતા. તે પછી એન્થની ઈડન, હારોલ્ડ મેક્મિલન, એલેક ડગલસ-હોમ, હેરોલ્ડ વિલ્સન, એડવર્ડ હીથ, જેમ્સ કલાઘાન વડાપ્રધાન રહ્યા હતા.
૧૯૭૯માં બ્રિટનને માર્ગારેટ થેચરના રૂપે પ્રથમ મહિલા વડાંપ્રધાન બનતા ઈતિહાસમાં પ્રથમ વખત સંયોગ સર્જાયો હતો કે બ્રિટનમાં રાણીનું રાજ પણ હોય અને વડાંપ્રધાન પણ એક મહિલા હોય. તેમના પછી જોન મેજર, ટોની બ્લેર, ગોર્ડન બ્રાઉન, ડેવિડ કેમરન, થેરેસા મે, બોરિસ જૉન્સન અને હવે લિઝ ટ્રસ બ્રિટનના વડાપ્રધાન બન્યા હતા.