ભારત જેટલી જ વસતી હોવા છતાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત 15 દેશોમાં ભારત કરતાં 34 ગણા વધુ કેસ અને 83 ગણા વધુ મૃત્યુ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ વિશ્વમાં દર લાખે 62 સામે ભારતમાં માત્ર 8 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હતો.
દેશમાં ગત 24 કલલાકમાં મરણાંક 140 વધી 3303 અને કેસોની સંખ્યા 5661 વધી 1,06,750 થઈ હતી. હકારાત્મક બાબત એ છે કે એકિટવ કેસોની સંખ્યા 61,149 છે, અને 42,298 સાજા થઈ ચૂકયા છે. પ્રથમ લોકડાઉન વખતે રિકવરી રેટ 7.1% સામે વધી 40% થયો છે.
એ ઉપરાંત હાલના એકટીવ 61,149 કેસોમાંથી માત્ર 6.39% એન્રેન્સ્ડ હોસ્પિયલ કેટમાં હતા જે બહેતર કિલનિકલ મેનેજમેન્ટ અને હોસ્પિટલ સપોર્ટ સૂચવે છે. એકટીવ કેસોમાંથી માત્ર 2.94% ને ઓકસીજન સપોર્ટની જરૂર પડી હતી અને 3% ને આઈસીયુ અને માત્ર 0.45% ને વેન્ટીલેટર પર મુકવા પડયા હતા.
વિશ્વમાં કેસોની સરેરાશ એક લાખે 62 છે, ત્યારે ભારતમાં માત્ર 7.9 છે. બ્રાઝીલમાં 115, ઈરાનમાં 150, ઈટાલીમાં 374 અને અમેરિકામાં આ સરેરાશ 452 છે. ભારતમાં એક લાખે માત્ર 0.2 વ્યક્તિના મૃત્યુ થયા હતા, જયારે વૈશ્ચિક સરેરાશ 4.2 છે. સ્પેનમાં આ આંક 59, યુકેમાં 52 અને સ્વિડનમાં 36 છે.