ભારતીય કોસ્ટ ગાર્ડે રવિવારે પોરબંદરના દરિયાકાંઠા નજીકથી રૂ.600 કરોડના ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા. ગુપ્ત માહિતીના આધારે, કોસ્ટ ગાર્ડે આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સાથે મળીને પ્રદેશમાં કાર્યરત ડ્રગ હેરફેર સિન્ડિકેટ પર કાર્યવાહી શરૂ કરી હતી.
ડ્રગ્સની સાથે પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ મેમ્બરની પણ અટકાયત કરવામાં આવી હતી.કોસ્ટ ગાર્ડે જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયામાં ગુપ્ત માહિતીને આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું. પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે ₹600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ ઝડપી લેવામાં આવ્યું હતું. એજન્સીએ કામગીરીની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે આ મિશનમાં જહાજો અને વિમાનોનો ઉપયોગ કર્યો હતો.