ચેક રિપબ્લિકના પ્રાગમાં ચાર્લ્સ યુનિવર્સિટીમાં ગુરુવારે થયેલા આડેધડ ફાયરિંગમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા હતા અને 25 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીએ તેને ચેક રિપબ્લિકના ઇતિહાસમાં સૌથી ખરાબ ભયાનક ઘટના ગણાવી હતી.
ચેક પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગમાં બની હતી. આ ઘટનાનો મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર ડેવિડ કોઝાક ચોવીસ વર્ષનો ઇતિહાસનો વિદ્યાર્થી હતો. ડેવિડ કોઝાક પ્રાગની બહાર લગભગ 20 કિમી દૂર એક ગામમાં રહેતો હતો અને ચાર્લ્સ યુનિવર્સિટીમાં પોલિશ ઇતિહાસમાં તેની માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યો છે. તેની પાસે કાયદેસર રીતે ઘણી બંદૂકો હતી અને તે ઘટના દરમિયાન ભારે હથિયારોથી સજ્જ હતો. પોલીસ વડાએ કહ્યું કે તેને જે કર્યું તે ભયાનક કૃત્ય હતું.
પોલીસને શંકા છે કે પ્રાગમાં હત્યાકાંડ કરતા પહેલા નજીકના શહેર હ્યુસ્ટનમાં તેના પિતાની પણ હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર તેનો કોઈ સાથીદાર નહોતો.