બાંગ્લાદેશના ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં અજાણ્યા શખસોએ રાત્રે સુનિયોજિત હુમલો કરીને 14 હિંદુ મંદિરોમાં તોડફોડ કરી હતી. અજાણ્યા લોકોએ આખી રાત સુનિયોજિત હુમલા કર્યા હતા અને તેમાં 14 જેટલાં હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. હિન્દુ સમયુદાયના નેતા બિધનામ બર્મને કહ્યું હતું કે મંદિરમાં 14 મૂર્તિઓ તોડી નાખવામાં આવી છે.
હિન્દુ સમુદાયના નેતા અને સંઘ પરિષદના અધ્યક્ષ સમર ચેટર્જીએ કહ્યું કે, આ વિસ્તારમાં હંમેશાથી ધાર્મિક સદભાવ રહ્યો છે. મુસ્લિમ સમુદાય સાથે હિન્દુઓનો કોઈ વિવાદ નથી. અમને એ સમજાતું નથી કે આ ગુનેગારો કોણ હોઈ શકે છે. બલિયાડાંગી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ખૈરુલ અનમે કહ્યું કે, શનિવારની રાત્રે અને રવિવારની બપોરે કેટલાંક ગામોમાં હુમલા થયા હતા. ઠાકુર ગામના પોલીસ વડા જાહાંગીર હુસેને કહ્યું હતું કે દેશની શાંતિપૂર્ણ સ્થિતિને બગાડવા માટે સુનિયોજિત હુમલા કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. આરોપીઓને પકડી પાડવા માટે તરત પોલીસે કાર્યવાહી હાથ ધરીને તપાસ શરુ કરી દીધી હતી.