After 40 women lose their desire for sex
(istockphoto.com)

ઇંગ્લેન્ડના લોકો માટે બાર દેશોને 17 મેથી “ગ્રીન લીસ્ટ”માં મૂકાતા ઇંગ્લેન્ડના લોકો આ દેશોની યાત્રા કરી શકશે અને ત્યાંથી પરત ફરનાર લોકોને ક્વોરેન્ટાઇન થવાની પણ જરૂર રહેશે નહીં. નવા નિયમોની નવી ટ્રાફિક લાઇટ સિસ્ટમ અમલમાં આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરી હવે ગેરકાયદેસર રહેશે નહીં. જો કે મુસાફરી પહેલાં અને પછી કોવિડ ટેસ્ટીંગ આવશ્યક રહેશે.

જાહેર કરાયેલા ગ્રીન લીસ્ટ દેશોમાં પોર્ટુગલ, ઇઝરાઇલ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, બ્રુનેઇ, આઇસલેન્ડ, જિબ્રાલ્ટર, ફૉકલેન્ડ આઇલેન્ડ્સ, ફેરો આઇલેન્ડ્સ, સાઉથ જ્યોર્જિયા અને સાઉથ સેન્ડવિચ આઇલેન્ડ્સ, સેન્ટ હેલેના, ટ્રિસ્ટન ડી કુન્હા, એસેન્શન આઇલેન્ડનો સમાવેશ થાય છે.

સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લન્ડે તેમના મુસાફરીના કડક પ્રતિબંધોને ક્યારે સરળ કરશે તે કહ્યું નથી. જો કે યુકેના ચારેય ચિફ મેડિકલ ઓફિસર્સે ટ્રાફિક લાઇટ સિસ્ટમ પાછળના સિદ્ધાંતો પર સહમતી બતાવી છે.

જોકે, ગ્રીન લિસ્ટમાં સમાવાયેલા પોર્ટુગલ, ઇઝરાઇલ અને જિબ્રાલ્ટર પોતાના નિયમો ધરાવે છે જેમાં વિદેશથી કોણ મુલાકાત લઈ શકે કે ન લઇ શકે તેમના પર પ્રતિબંધો ધરાવે છે.

ટર્કી, માલદીવ અને નેપાળને બુધવાર તા. 12 મેના રોજ સવારે 4થી ઇંગ્લેન્ડના રેડ લીસ્ટમાં ઉમેરવામાં આવશે જેથી તે દેશોની યાત્રા કરીને યુકે આવનારા મુસાફરોને 10 દિવસ હોટલમાં ક્વોરેન્ટાઇન કરવું પડશે.

તા. 7ના રોજ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બ્રીફિંગને સંબોધન કરતા ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સે કહ્યું હતું કે “કોવિડ પાછો ફાટી નીકળે તેની ચિંતા હોવા છતાં આ ફેરફારો મુસાફરી શરૂ કરવા માટેનું પહેલું પગલું છે. યુકેમાં કોવિડ સામે લડવાની જે સફળતા મળી છે તે વિદેશમાં ઘણી જગ્યાએ હજુ સુધી મળી નથી. આપણે સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે આપણે જે દેશો સાથે ફરીથી કનેક્ટ થઈએ છીએ તે સુરક્ષિત છે. વિદેશ જવા માંગતા લોકોએ કોઈપણ નિયંત્રણોની પહેલા તપાસ કરવી જોઈએ અને કોવિડના કારણે પરિવર્તન થાય તેવા સંજોગોમાં રિફંડ ન મળે તેવા પ્રવાસનું બુકિંગ કરાવવું જોઈએ નહિં. 17 મેથી ગ્રીન, એમ્બર અને રેડ લીસ્ટના દેશોની સમીક્ષા દર ત્રણ અઠવાડિયે કરવામાં આવશે.

હાલના એમ્બર લીસ્ટનાં દેશોમાં સ્પેન, ઇટાલી અને ફ્રાન્સ જેવા લોકપ્રિય યુરોપિયન સ્થળોનો સમાવેશ થાય છે અને ત્યાંથી પાછા ફરતા લોકોને ઓછામાં ઓછા પાંચ દિવસ ઘરે ક્વોરેન્ટાઇન  થવું પડે છે – પરંતુ શેપ્સે કહ્યું હતું કે આ સ્થળોની કોઈએ પણ યાત્રા કરવી ન જોઈએ.

મુસાફરોને યુકે બોર્ડર પર પરત થતી વખતે લાઇનમાં ઉભુ રહેવું પડશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. જેથી એરપોર્ટ પર વધુ વિલંબની અપેક્ષા છે.

વિદેશથી આવનારા લોકો માટેની ટ્રાફિક લાઇટ સીસ્ટમ

પગલા ગ્રીન દેશો એમ્બર દેશો રેડ દેશો
પેસેન્જર લોકેટર ફોર્મ હા હા હા
આવતા પહેલા ટેસ્ટ હા હા હા
હોટેલ ક્વોરેન્ટાઇન ના ના 10 દિવસ
સેલ્ફ આઇસોલેશન ના 10 દિવસ ના
છૂટા થવા ટેસ્ટ ના 5મા દિવસે ના
PCR ટેસ્ટીંગ આવો ત્યારે અને પછી બીજા દિવસે આવો ત્યારે અને પછી બીજા દિવસે આવો ત્યારે અને પછી બીજા દિવસે
વધારાનો PCR ટેસ્ટીંગ ના 8મા દિવસે 8મા દિવસે