ભારતની રાજધાની દિલ્હીમાં ચાલુ વર્ષે પ્રથમ છ મહિનામાં૧,૧૦૦ મહિલા પર બળાત્કાર થયો હોવાના કેસ નોંધાયા છે, એમ દિલ્હી પોલીસના ડેટામાં જણાવાયું છે. ૧૮ મેના રોજ દિલ્હીમાં જ ૧૩ વર્ષની બાળકી પર આઠ લોકો દ્વારા ગેંગ રેપ થયો હતો.
ડેટા અનુસાર ૧૫ જુલાઇ સુધીમાં ૧,૧૦૦ મહિલા પર બળાત્કાર થયો હોવાનો આરોપ છે, જે ૨૦૨૧ની તુલનામાં ૬.૪૮ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષની તુલનાએ દિલ્હીમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હી પોલિસના ટોચના અધિકારીઓએ મહિલાઓની સુરક્ષાને ‘સર્વોચ્ચ પ્રાથમિકતા’ આપવાનું કહે છે. જોકે, ગુનાની સંખ્યા સતત વધી રહી છે. મહિલાઓ પર છેડછાડના ઇરાદાથી ચાલુ વર્ષે ૧,૪૮૦ હુમલા થયા છે, જેની સંખ્યા ૨૦૨૧માં ૧,૨૪૪ હતી. આ ઉપરાંત, રાજધાનીમાં લગભગ ૨,૨૦૦ મહિલા કિડનેપ કરાઈ છે.