મહિલાઓ અને તેમના પરિવારોને જોડવા, સજ્જ કરવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત સંસ્થા, લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સાથે ટિલ્ડાએ ભાગીદારી કરી છે અને આગામી 12 મહિનામાં LOVOની પહેલને સમર્થન આપવા માટે £10,000નું દાન કરશે. આ ભાગીદારીમાં સાંસ્કૃતિક વિવિધતાની ઉજવણી અને મહિલાઓને સશક્તિકરણ કરવાના હેતુથી બહુવિધ સંયુક્ત સામુદાયીક પહેલનો સમાવેશ થશે.

લોવો ગરીબી, બેરોજગારી અને ઘરેલું હિંસા જેવા પડકારોનો સામનો કરતી સમુદાય સશક્તિકરણમાં મોખરે રહેતી સંસ્થા છે. લોવોના મિશનનો પાયાનો પથ્થર લંડનના પેકામમાં તેમનું વિકલી ગ્લોબલ લંચ છે, જ્યાં વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિની મહિલાઓ પોતાની પરંપરાગત વાનગીઓ શેર કરવા માટે સાથે આવે છે. આ ભોજનમાં ભાત એક સામાન્ય ઘટક છે તે જોતાં, ટિલ્ડાનો સપોર્ટ LOVOની સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણીમાં સાથ આપે છે. ટીલ્ડાનું દાન લોવોના ઇંગ્લિશ ભાષાના કાર્યક્રમો અને ગ્લોબલ લંચને 12 મહિના માટે ભંડોળ પૂરું પાડશે.

લોવોના સ્થાપક અને ડિરેક્ટર ઓલા ઓલિવ સ્ટીફને જણાવ્યું હતું કે, “ટિલ્ડા સાથેની આ ભાગીદારી અમારી સંસ્થા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ ભંડોળ અમને વધુ મહિલાઓ સુધી પહોંચવામાં સક્ષમ બનાવશે અને તેઓને તેમના પડકારોને પહોંચી વળવા અને પરિપૂર્ણ જીવન જીવવા માટે જરૂરી સાધનો અને સમર્થન પ્રદાન કરશે.”

ટિલ્ડાના મેનેજિંગ ડિરેક્ટર જીન ફિલિપે જણાવ્યું હતું કે, “અમે હવે અને ભવિષ્યમાં મહિલાઓને સશક્તિકરણ કરવાના તેના મિશન પર લોવો સાથે ભાગીદારી કરવા માટે સન્માનિત છીએ. ટિલ્ડામાં, અમે આપણા સમુદાય અને સાંસ્કૃતિક વિવિધતાને મજબૂત કરવાના મહત્વમાં અમારી માન્યતા સાથે સુયોગ્ય પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

LEAVE A REPLY