ગુજરાતની ભાજપ સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પરના મૂલ્ય વર્ધિત કર (VAT)માં 10 ટકાનો ઘટાડો કર્યો છે. આ અંગે રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ 17 ઓક્ટોબરે જાહેરાત કરી હતી. આ ઉપરાંત સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ દર વર્ષે રાંધણ ગેસના બે સિલિન્ડર ફ્રીમાં આપવાની પણ જાહેરાત કરી હતી.
અમદાવાદમાં CNGના ભાવ ₹83.9 છે, જ્યારે ગાંધીનગર તેના ભાવ ₹82.16 પ્રતિ કિલોગ્રામ છે. સીએનજીના સરેરાશ ભાવમાં ઘટાડાથી ગ્રાહકોને પ્રતિ કિલોગ્રામ ₹6 થી 7 સુધીનો ફાયદો થઈ શકે છે, જ્યારે PNGનો ઉપયોગ કરતા લોકો પ્રતિ કિલોગ્રામ ₹5 થી 6 બચાવી શકે છે.
ટેક્સમાં ઘટાડાથી સરકારી તિજોરી પર રૂ.1650 કરોડનો વધારાનો બોજો પડશે. શિક્ષણ પ્રધાન અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે સરકારે નાગરિકોને દિવાળી ભેટ આપી છે. ગરીબ, શ્રમિક અને મધ્યવર્ગની સરકારને વિશેષ ચિંતા છે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ચાલતી ગુજરાત સરકારે 38 લાખ જેટલા ઉજ્જવલા યોજનાના ધારકો છે તેમને વર્ષમાં બે સિલિન્ડર ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.