હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આજે 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પ્રેસ બ્રિફીંગમાં જાહેરાત કરી હતી કે ‘’યુકે દ્વારા એપ્રિલ માસના અંતિમ દિવસે તા. 30ના રોજ કોરોનાવાયરસના 122,347 ટેસ્ટ કરાયા હતા અને દરરોજ લાખ ટેસ્ટ કરવાનુ “બહાદુરી ભરેલુ લક્ષ્ય” હાંસલ કર્યુ હતુ. બ્રિટનને પોતાના પગ પર પાછુ ઉભુ રહેવા આ ટેસ્ટ જરૂરી હતા.
જ્યારે યુકેમાં દિવસના 10,000 ટેસ્ટ થતા હતા ત્યારે 2 એપ્રિલના રોજ હેનકોકે આ ધ્યેય નક્કી કર્યુ હતુ. તાજેતરના આંકડા દર્શાવે છે કે યુકેની હોસ્પિટલ્સ, કેર હોમ્સમાં અને વિશાળ સમુદાયમાં 27,510 લોકો મૃત્યુ પામ્યા હતા. છે, કોરોનાવાયરસ માટે દરરોજ 739 નો વધારો દર્શાવે છે. હેનકોકે જણાવ્યુ હતુ કે ‘’યુકેમાં ટેસ્ટની ક્ષમતાના નિર્માણથી દેશના દરેક વ્યક્તિને મદદ થશે અને લોકડાઉનને ખોલવામાં મદદ કરશે.”
આરોગ્ય વિભાગ દ્વારા સરકારના લક્ષ્યાંકને સિધ્ધ કરવાના અભિયાનના ભાગરૂપે ટેસ્ટ કરવા માટે ત્રણ “મેગા લેબ્સ”, લગભગ 50 ડ્રાઇવ-થ્રૂ સેન્ટર્સ, હોમ-ટેસ્ટિંગ સેવા અને મોબાઇલ ટેસ્ટ યુનિટ સહિત ટેસ્ટ નેટવર્કની સ્થાપના કરવામાં આવી હતી. બે દિવસ પહેલા, હાથ ધરવામાં આવેલા ટેસ્ટની સંખ્યા માત્ર 50,000થી વધુ હતી.
સરકાર, વૈજ્ઞાનિકો અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી દ્વારા સૈન્યની સહાયથી કરવામાં આવેલી સખત મહેનતનું આ પ્રમાણ છે.