ઇઝરાયેલ સામે આતંકવાદી જૂથ હમાસના હુમલામાં નેપાળના 10 વિદ્યાર્થીઓના મોતને પુષ્ટી મળી છે, એમ નેપાળ દૂતાવાસના એક અધિકારીએ રવિવારે મોડી સાંજે જણાવ્યું હતું. ઈઝરાયેલમાં નેપાળી દૂતાવાસના ફર્સ્ટ સેક્રેટરી અર્જુન ઘિમીરેએ જણાવ્યું હતું કે, “ઈઝરાયેલ પોલીસે અમને પુષ્ટિ આપી છે કે 10 નેપાળીઓના મૃતદેહો મળ્યા છે. કેટલાક હજુ સંપર્કથી બહાર છે અને કેટલાક ગંભીર તબીબી હાલતમાં છે, તેથી સંખ્યા વધી શકે છે. વિદેશ મંત્રાલય તરફથી તેના વિશે વિગતવાર જાહેરાત થવાની છે.”
ઇઝરાયેલમાં નેપાળના નાગરિકોની સંખ્યા આશરે 4,500 છે. આ ઉપરાંત ઇઝરાયેલમાં નેપાળના 265 વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓમાંથી 119 એગ્રીકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી યુનિવર્સિટીના, 97 ત્રિભુવન યુનિવર્સિટીના અને 49 ફાર-વેસ્ટર્ન યુનિવર્સિટીના છે.