અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહની અંદર ભગવાન રામની મૂર્તિની એક ઝલક.(ANI Photo)

અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામજન્મભૂમિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવનારી રામલલાની મૂર્તિની તસવીરો જારી કરાઈ હતી. મૈસુરના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી 51 ઈંચની મૂર્તિ કાળા પથ્થરમાંથી કોતરવામાં આવી છે. આ મૂર્તિની વિશેષતાઓ આ મુજબ છે.

-રામલલાની આ પ્રતિમા કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજે તૈયાર કરી છે. તેને એક જ પત્થરમાંથી બનાવવામાં આવી છે.

-આ મૂર્તિનું વજન આશરે 150 કિલો છે. મૂર્તિની ઊંચાઈ 4.24 ફૂટ અને પહોળાઈ ત્રણ ફૂટ છે. આ મૂર્તિમાં ભગવાન શ્રી રામને 5 વર્ષના બાળ સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે.

– રામલલાની મૂર્તિમાં વિષ્ણુના 10 અવતાર જોઈ શકાય છે. આ 10 અવતાર છે- મત્સ્ય, કુર્મ, વરાહ, નરસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કિ.

– રામલલાની 51 ઈંચ ઊંચી પ્રતિમા દક્ષિણ ભારતીય શૈલીની છે. લોકો તેને દૂરથી જોઈ શકે તે માટે આ પ્રતિમાને સ્થાયી સ્થિતિમાં રાખવામાં આવી છે.

– રામલલાની બાળ મૂર્તિમાં એક તરફ હનુમાન અને બીજી તરફ ગરુડ દેખાય છે. આ પ્રતિમાની ભવ્યતામાં વધારો કરી રહ્યા છે.

– રામલલાની આ મૂર્તિમાં તાજની બાજુમાં સૂર્યદેવ, શંખ, સ્વસ્તિક, ચક્ર અને ગદા દેખાય છે.

– મૂર્તિમાં રામલલાના ડાબા હાથને ધનુષ અને તીર પકડવાની મુદ્રામાં બતાવવામાં આવ્યો છે. જોકે હજુ સુધી મૂર્તિ પર ધનુષ અને બાણ લગાવવામાં આવ્યા નથી.

-આ પ્રતિમા કાળા રંગના પથ્થરમાંથી બનાવવામાં આવી છે. શ્યામ શિલાની ઉંમર હજારો વર્ષ છે, તે પાણી પ્રતિરોધક છે.

-પ્રતિમામાં પાંચ વર્ષના બાળકની માયાની ઝલક જોવા મળે છે. ચંદન, રોલી વગેરે લગાવવાથી મૂર્તિની ચમક પર અસર નહીં થાય.

LEAVE A REPLY