ગુજરાતમાં શનિવારે સાંજે પૂરા થતાં છેલ્લા 24 કલાકમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન ગરબા રમતી વખતે ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાં હતાં. મૃતકોમાં કિશોરોથી લઈને આધેડ વયના લોકોનો સમાવેશ થતો હતો. વડોદરા જિલ્લાના ડભોઇમાં માત્ર 13 વર્ષનો કિશોરનું કથિત હાર્ટએટેકથી મોત થયું હતું.

શુક્રવારે અમદાવાદનો એક 24 વર્ષીય યુવક ગરબા રમતી વખતે અચાનક ઢળી પડ્યો હતો  અને તેનું મોત થયું હતું. આવી જ રીતે કપડવંજના 17 વર્ષના છોકરાનું પણ ગરબા રમતા મૃત્યુ થયું હતું. ગત દિવસોમાં રાજ્યમાં આવા જ શ્રેણીબદ્ધ કેસ નોંધાયા છે. આ ઉપરાંત, નવરાત્રિના પ્રથમ છ દિવસોમાં, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને હૃદય સંબંધિત સમસ્યાઓ માટે 521 અને શ્વાસની તકલીફ માટે વધારાના 609 કૉલ્સ મળ્યા હતા. આ કોલ્સ સાંજે 6 થી 2 વાગ્યાની વચ્ચે રેકોર્ડ કરવામાં આવ્યા હતા, જ્યારે સામાન્ય રીતે ગરબાની ઉજવણી થતી હતી.

આ ચિંતાજનક વલણે સરકાર અને ઇવેન્ટ આયોજકો બંનેને આરોગ્યના પગલાં લેવાની ફરજ પડી છે. રાજ્ય સરકારે ગરબા સ્થળોની નજીકની તમામ સરકારી હોસ્પિટલો અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો (CHCs)ને એલર્ટ રહેવાની સૂચના આપી હતી. ગરબા આયોજકોને એમ્બ્યુલન્સ માટે કોરિડોર બનાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે જેથી કટોકટીની સ્થિતિમાં ઝડપથી ઇવેન્ટમાં પ્રવેશી શકાય. તદુપરાંત, ગરબા આયોજકોએ ડોકટરો અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી છે.

LEAVE A REPLY