(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)
સલમાન ખાનની ફિલ્મ ‘નો એન્ટ્રી 2’ને લઈને દરરોજ નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે, જે 2005માં આવેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સીક્વલ છે. દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ પડી હતી. આમાં ઘણાં બધા સ્ટાર્સ એક સાથે જોવા મળ્યા હતા. ફિલ્મમાં અનિલ કપૂર, ફરદીન ખાન, લારા દત્તા, એશા દેઓલ સહિત ઘણા કલાકારો હતા. આ ફિલ્મનું દિગ્દર્શનન અનીસ બાઝમીએ કર્યું હતું. હવે તેની સીક્વલ બનવા જઈ રહી છે. ફિલ્મ નિર્માતા બોની કપૂરે તાજેતરમાં જ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે મોટું અપડેટ આપ્યું હતું.
બોની કપૂરે કહ્યું હતું કે ‘નો એન્ટ્રી 2’માં એકસાથે 10 અભિનેત્રીઓ સાથે જોવા મળશે. પરંતુ તેઓ કઈ અભિનેત્રીઓ હશે? તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નહોતી. સૂત્રો કહે છે કે, હવે ફિલ્મમાં જોવા મળનારી 10માંથી 3 એક્ટ્રેસ વિશે માહિતી મળી છે. જેમાં પ્રથમ નામ છે શ્રદ્ધા કપૂરનું. પછી તાજેતરમાં જ શાહિદ કપૂર સાથેની ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં લીડ રોલમાં જોવા મળેલી કૃતિ સેનનનું નામ આવે છે.
શ્રદ્ધા કપૂર અને કૃતિ સેનન સાથે ત્રીજું નામ માનુષી છિલ્લરનું ઉમેરાયું છે. અક્ષયકુમાર અને ટાઈગર શ્રોફ સાથે માનુષી છિલ્લર, બડે મિયાં છોટે મિયાંમાં પણ જોવા મળે છે.
અગાઉ, જ્યારે અનીસ બાઝમીને ‘નો એન્ટ્રી’ની સ્ટાર કાસ્ટ માટે સલમાન ખાન વિશે પૂછવામાં આવ્યું કે, શું સલમાન ખાન આ ફિલ્મમાં જોવા મળશે? તેણે જવાબ આપ્યો હતો કે સલમાન ખાન અને અનિલ કપૂરને ‘નો એન્ટ્રી’માંથી કોઈ રીપ્લેસ નહીં કરી શકે. આ રીતે તેણે ફિલ્મમાં સલમાન ખાન અને અનિલ કપૂરના નામની પુષ્ટિ કરી છે.
ફિલ્મમાં અન્ય કલાકારો અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ પણ ફાઇનલ છે. અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંઝ પ્રથમવાર ‘નો એન્ટ્રી’માં સાથે જોવા મળશે. ‘નો એન્ટ્રી 2’ને અત્યારે ‘નો એન્ટ્રી મેં એન્ટ્રી’ કહેવામાં આવી રહ્યું છે. જોકે, તે અંગે હજુ સુધી કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી.

LEAVE A REPLY