મહાકુંભ વૈશ્વિકને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ મળી રહી છે. ગુરુવાર, 16 જાન્યુઆરીએ 10 દેશોના 21 સભ્યોના એક પ્રતિનિમંડળે ત્રિવેણી સંગમમાં સવારે આઠ વાગ્યે પવિત્ર ડૂબકી મારી હતી.
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિમંડળમાં ફિજી, ફિનલેન્ડ, ગયાના, મલેશિયા, મોરેશિયસ, સિંગાપોર, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, ત્રિનિદાદ અને ટોબેગો અને સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રતિનિધિઓ સામેલ હતો. ભારતના વિદેશ મંત્રાલયના જાહેર રાજદ્વારી વિભાગે આ પ્રતિનિધિમંડળને આમંત્રણ આપ્યું હતું. ઉત્તરપ્રદેશ રાજ્ય પ્રવાસન વિકાસ નિગમે તૈયાર કરેલા ટેન્ટ સિટીમાં પ્રતિનિધિમંડળના રોકાણ માટેની વ્યવસ્થા કરાઈ હતી.
પ્રતિનિધિમંડળ માટે હેરિટેજ વોક કર્યું હતું અને ભરાતીય સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાનો અનુભવ કર્યો હતો. તેઓએ સવારે 9.30 વાગ્યે નાસ્તો કર્યા પછી હેલિકોપ્ટર દ્વારા મહા કુંભ વિસ્તારના હવાઈ દૃશ્યનો આનંદ માણ્યો હતો.