વિશ્વમાં એકલતા પણ હવે એક મોટી સમસ્યા બની રહી છે. તાજેતરના એક સરવેમાં એવી ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે સમગ્ર વિશ્વમાં લગભગ ચાર માંથી એક પુખ્ત વ્યક્તિએ ખૂબ અથવા સંપૂર્ણ એકલતા અનુભવવતા હોવાનું કબૂલ્યું છે. વધુમાં સામાન્ય ધારણાથી વિપરિત એવો પણ ખુલાસો થયો છે કે વૃદ્ધો કરતા યુવાનો વધુ એકલતા અનુભવે છે.
મેટા-ગેલપના એક સરવેમાં બહાર આવ્યું છે કે ભારતમાં સ્ત્રીઓની તુલનામાં પુરુષો વધુ એકલતાની સ્થિતિ સાથે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે. 40 ટકા પુરુષો અને 44 ટકા મહિલાઓએ આ વાતને નકારી હતી. એકલતા અનુભવતા લોકોનું પ્રમાણ શ્રીલંકામાં સૌથી વધુ છે. ભારતના આ પડોશી દેશમાં 48 ટકા નાગરિકો એકલા રહે છે. આ યાદીમાં ત્રીજા સ્થાને બાંગ્લાદેશ છે, જ્યાં 40 ટકા લોકો એકલા છે.
આ સરવેમાં 142 દેશોને આવરી લેવામાં આવ્યાં હતા. તમે કેટલા પ્રમાણમાં એકલતા અનુભવો છો તેવા સવાલના જવાબમાં 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 24% લોકોએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ એકલતા અનુભવે છે. સરવેમાં જાણવા મળ્યું છે કે એકલતાનો દર યુવા પુખ્તલોકોમાં સૌથી વધુ છે, જેમાં 19 થી 29 વર્ષની વયના 27% યુવાન પુખ્ત વયના લોકો ખૂબ જ અથવા એકદમ એકલતા અનુભવે છે. સૌથી નીચો દર વૃદ્ધ વયસ્કોમાં જોવા મળ્યો હતો. 65 અને તેથી વધુ ઉંમરના માત્ર 17% લોકોએ એકલતા અનુભવવાની જાણ કરી હતી.
45 અને તેથી વધુ વયના અડધાથી વધુ પુખ્ત વયના લોકોએ બિલકુલ એકલતા અનુભવતા ન હોવાની જાણ કરી હતી, જ્યારે 45 વર્ષથી નાની વયના મોટાભાગના લોકોએ જવાબ આપ્યો કે તેઓ ઓછામાં ઓછું થોડી એકલતા અનુભવે છે
ગેલપના વરિષ્ઠ સંશોધન સલાહકાર એલિન મેસેએ જણાવ્યું હતું કે એવા ઘણા રીસર્ચ થયેલા છે કે જે દર્શાવે છે કે વૃદ્ધોમાં એકલતા અને સામાજિક અલગતા ઘણા જોખમ ઊભા કરી શકે છે. આ સરવે ખરેખર એ બાબતને યાદ કરાવે છે કે એકલતા માત્ર વૃદ્ધત્વની સમસ્યા નથી. તે એક એવી સમસ્યા છે, જે કોઈપણ ઉંમરે દરેકને અસર કરી શકે છે.
પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે એકલતામાં કોઈ તફાવત ન નથી. જોકે કેટલાક દેશોમાં દેશના સાંસ્કૃતિક સંદર્ભના આધારે નોંધપાત્ર અંતર છે. એકંદરે 142માંથી 79 દેશોમાં પુરૂષો કરતાં સ્ત્રીઓમાં એકલતાનું પ્રમાણ વધુ હતું.
આ સરેવમાં દરેક દેશના આશરે 1,000 લોકોને આવરી લેવામાં આવ્યો હતો. ફોન કોલ અને રૂબરુ મુલાકાત મારફત જૂન 2020થી ફેબ્રુઆરી 2023 વચ્ચે આ સરવે કરાયો હતો.