હેરી અને મેગન સસેક્સના રોયલ ટાઇટલને ગ્લોબલ ટ્રેડમાર્ક નહિ બનાવે

0
1116
Harry claims to have killed 25 Afghan Taliban
ડ્યુક હેરી અને ડચેસ ઑફ સસેક્સ મેગન (Photo by Aaron Chown - WPA PoolGetty Images)

ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરી અને ડચેસ મેગને કપડાં, સ્ટેશનરી, પુસ્તકો અને શિક્ષણ સામગ્રી સહિત વિવિધ વસ્તુઓ અને પ્રવૃત્તિઓ માટે ગ્લોબલ ટ્રેડમાર્ક તરીકે સસેક્સના રોયલ ટાઇટલની નોંધણી કરાવવાની તેમની યોજનાઓને રદ કરી છે. તેઓ બકિંગહામ પેલેસની એ માંગ સાથે પણ સંમત થયા છે કે તેઓ સસેક્સ રોયલનુ ટાઇટલ પણ છોડી દેશે.

તેમને હવે પોતાની ચેરીટી માટે નવું નામ શોધવું પડશે અને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનું નામ પણ બદલવું પડશે, જેના 11.2 મિલિયન ફોલોઅર્સ છે.

તેઓ પહેલાથી જ તેમના એચઆરએચ ટાઇટલનો ઉપયોગ ન કરવા માટે સંમત થયા છે અને જાહેરાત કરવામાં આવી હતી કે તેમની બકિંગહામ પેલેસ ઓફિસ માર્ચના અંતમાં બંધ થશે. હેરી સિંહાસનના હક્કની લાઇનમાં છઠ્ઠા સ્થાને રહેશે અને નક્કી કરાયેલી 12 મહિનાના અજમાયશી સમય દરમિયાન તેમના માટે પાછા ફરવાનો દરવાજો ખુલ્લો રખાશે. ડ્યુક અને ડચેસ રાણીનું પ્રતિનિધિત્વ કરવાનું બંધ કરશે અને આવતા મહિનાના અંતમાં આર્થિક રીતે સ્વતંત્ર થઈ જશે.