બકિંગહામ પેલેસે ડ્યુક હેરી અને ડચેસ ઑફ સસેક્સ મેગન અને શાહી પરિવાર વચ્ચેના જોડાણોનો ત્યાગ કરવાનું શરૂ કર્યું હતુ. નવા સંબંધોની એક વર્ષની લાંબાગાળાની સમીક્ષાના પ્રથમ ચરણમાં બકિંગહામ પેલેસમાં આવેલી દંપતીની ઓફિસ આવતા મહિનાના અંતમાં બંધ થશે.
હેરી અને મેગન વરિષ્ઠ શાહી સદસ્ય નહિ રહે અને 31 માર્ચથી તેઓ મહારાણીનું પ્રતિનિધિત્વ કરવાનું બંધ કરશે. તે પછી દંપતી નવા નોનપ્રોફીટ ફાઉન્ડેશનનુ પ્રતિનિધિત્વ કરશે અને સસેક્સ રોયલ કહેવાશે નહીં. ડ્યુક હેરી તેમની લશ્કરી ભૂમિકાઓ ગુમાવશે, તેમ છતાં તેઓ તેમના મેજર, લેફ્ટનન્ટ કમાન્ડર અને સ્ક્વોડ્રન લીડર માનદ હોદ્દા જાળવી રાખશે, પરંતુ તેનો ઉપયોગ કરશે નહીં.
તેમના ‘હીઝ રોયલ હાઇનેસ’ના પદ માટે એક વર્ષ પછી સમીક્ષા કરાશે. તેમની અંતિમ શાહી ફરજ 9 માર્ચે વેસ્ટમિંસ્ટર એબેમાં કોમનવેલ્થ ડે સર્વિસ છે. ઉત્તર અમેરિકામાં મોટાભાગનો સમય પસાર કરવાની ઇચ્છા હોવા છતાં ડ્યુક અને ડચેસ નિયમિતપણે યુકે આવશે અને વર્તમાન માનદ સેવાઓ નિભાવશે.