વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે નવી દિલ્હીમાં પોડકાસ્ટ દરમિયાન ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથ સાથે વાતચીતમાં કરી હતી. (ANI Photo)

ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામથના ‘પીપલ બાય ડબલ્યુટીએફ’ નામના શોમાં તેમની પ્રથમ પોડકાસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભૂલો થાય છે અને હું પણ કેટલીક ભૂલો કરી શકું છું. હું પણ એક મનુષ્ય છું, ભગવાન નથી.

પોડકાસ્ટ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે હું મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં એક ભાષણ આપ્યું હતું જેમાં મેં કહ્યું હતું કે હું સખત મહેનત કરવામાં પાછો પડીશ નહીં અને હું મારા માટે કંઈ કરીશ નહીં અને હું માણસ છું, જે ભૂલો કરી શકે છે, પરંતુ હું ક્યારેય ખરાબ ઇરાદા સાથે કંઇ ખોટું કરીશ નહીં. આ મારા જીવનનો મંત્ર છે.

નિખિલ કામથ સાથે બે કલાકની નિખાલસ પોડકાસ્ટ વાતચીતમાં વડાપ્રધાન તેમના જીવન અને કારકિર્દીના વિવિધ પાસાઓ પર બોલ્યા હતાં. તેમણે ગુજરાતમાં તેમના બાળપણ, રાજકારણમાં તેમની સફર અને તેમના નિર્ણયોને આકાર આપવામાં વિચારધારા અને આદર્શવાદના મહત્વ પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ નીતિનિર્માણ અને શાસનની જટિલતા અને વૈશ્વિક સંઘર્ષોની ચર્ચા કરી હતી તથા રાજકારણમાં યુવાનોની ભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વિચારધારા કરતાં આદર્શવાદને વધુ મહત્ત્વ આપતા મોદીએ જણાવ્યું હતું કે વિચારધારા વગર રાજનીતિ થઈ શકે નહીં, પરંતુ આદર્શવાદની ખૂબ જ જરૂર છે. ગાંધીજી અને સાવરકરના રસ્તા અલગ હતાં, પરંતુ તેમની વિચારધારા “સ્વતંત્રતા” હતી.

વિવાદાસ્પદ ગોધરા રમખાણોના મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરી, 2002માં હું પ્રથમ વખત ધારાસભ્ય બન્યો, અને 27 ફેબ્રુઆરીએ હું વિધાનસભામાં ગયો હતો. ગોધરામાં આવી ઘટના બની ત્યારે હું ત્રણ દિવસ જૂનો ધારાસભ્ય હતો. અમને સૌપ્રથમ ટ્રેનમાંઆગના અહેવાલ મળ્યાં હતાં. આ પછી ધીમે ધીમે જાનહાનિના અહેવાલો મળ્યા. હું ગૃહમાં હતો અને ચિંતિત હતો. બહાર આવીને મેં કહ્યું કે હું ગોધરાની મુલાકાત લેવા માંગુ છું… માત્ર એક હેલિકોપ્ટર હતું. તે ઓએનજીસીનું હતું, પરંતુ તેઓએ કહ્યું કે તે સિંગલ-એન્જિન હેલિકોપ્ટર છે, તેથી તેઓ તેના પર કોઈ વીઆઈપીને મંજૂરી આપી શકાય નહીં, પરંતુ મેં કહ્યું કે જે પણ થશે તેના માટે હું જવાબદાર હોઈશ.હું ગોધરા પહોંચ્યો, અને મેં તે દર્દનાક દ્રશ્ય, તે મૃતદેહો જોયા… મેં બધું જ અનુભવ્યું, પરંતુ હું જાણતો હતો કે હું એવી સ્થિતિમાં બેઠો હતો જ્યાં મારે મારી લાગણીઓ અને કુદરતી વૃત્તિઓથી દૂર રહેવું પડશે. મારી જાતને કાબૂમાં રાખવા મે મારાથી થાય તે તમામ કર્યું.

 

LEAVE A REPLY