ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડના વિરોધમાં કોલકાતામાં ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલ અને અન્ય લોકો દેખાવો કર્યા હતા. (PTI Photo)

બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધી રહેલા અત્યાચારો વચ્ચે હવે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરતી એક અરજી બુધવારે હાઈકોર્ટમાં દાખલ કરાઈ હતી. આ અરજીમાં વધુ અશાંતિને રોકવા માટે ચિત્તાગોંગ અને રંગપુરમાં ઇમર્જન્સી લાદવાની પણ માગણી કરાઈ છે. હિન્દુઓ પરના હુમલાના વિરોધમાં આ બંને શહેરોમાં હિંદુઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.

હાઇકોર્ટે જાણવા માંગ્યું હતું કે બાંગ્લાદેશ સરકારે ઇસ્કોનની તાજેતરની પ્રવૃત્તિઓ અંગે શું પગલાં લીધાં છે. કોર્ટે એટર્ની જનરલ મોહમ્મદ અસદુઝમાનને ગુરુવારે સરકારના પગલાં વિશે કોર્ટને જાણ કરવાની તાકીદ કરી હતી. સુપ્રીમ કોર્ટના વકીલ મોનીરુઝમાને બેન્ચ સમક્ષ ઈસ્કોન અંગેના બે અખબારના અહેવાલો કોર્ટમાં રજૂ કર્યા પછી હાઇકોર્ટે આ આદેશ આપ્યો હતો.

ઢાકા એરપોર્ટ પર 25 નવેમ્બરે અગ્રણી હિન્દુ અને ઇસ્કોનના સાધુ ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ કરાઈ હતી. તેનો હિંદુઓ વિરોધ કરી રહ્યાં છે. ધાર્મિક લઘુમતીઓના અધિકારો અને સુરક્ષાની હિમાયત કરવા માટે જાણીતા સાધુ પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે અને જામીન નકારવામાં આવ્યા છે.

LEAVE A REPLY