Sabarkantha: Police and people near the accident site after a collison between a car and trailer at Himmatnagar, in Sabarkantha, Wednesday, Sept. 25, 2024. Seven people were killed in the accident. (PTI Photo) (PTI09_25_2024_000026B)

ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિમતનગર નજીક બુધવાર (25 સપ્ટેમ્બર)એ વહેલી સવારે કાર અને ટ્રેલર ટ્રક વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હતા અને એકને ગંભીર ઇજા થઈ હતી. પુરપાટ ઝડપે જઈ રહેલી ઇનોવા કાર ટ્રેલર ટ્રકમાં ઘુસી ગઈ હતી. આ કારમાંથી અમદાવાદના મુસાફરો હતા અને તેઓ શામળાજીથી પરત આવી રહ્યાં છે, ત્યારે નેશનલ હાઇવે પર આ અકસ્માત સર્જાયો હતો.

પોલીસ અધિક્ષક વિજય પટેલે જણાવ્યું હતું કે અકસ્માતમાં કારમાં સવાર સાત લોકોના મોત થયા હતા. હિંમતનગરમાં સહકારી જીન નજીક મોડાસા કડવા પાટીદાર સમાજની વાડી પાસે આ અકસ્માત સર્જાયો હતો. શામળાજીથી અમદાવાદ તરફ આવતી કાર ધડાકાભેર એક ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગઇ હતી. જેના લીધે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ હિંમતનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અકસ્માત બાદ કારમાં સવાર લોકોને કારને કટર વડે કાપીને બહાર કાઢવામાં આવ્યાં હતા. કારમાં કુલ આઠ લોકો હતા, જેમાંથી એક વ્યક્તિ સિવાય તમામનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

LEAVE A REPLY