સ્વ. ખોડિદાસભાઇ ધામેચાને તા. 1 માર્ચના રોજ ધમેચા સેન્ટર હેરો ખાતે શ્રધ્ધાસુમન અર્પણ કરાશે

0
1055

વિખ્યાત ધામેચા કેશ એન્ડ કેરી ચેઇનના સ્થાપક અને જાણીતા સખાવતી તેમજ શ્રેષ્ઠી સ્વ. ખોડિદાસભાઇ આર. ધામેચાને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભાનુ આયોજન રવિવાર તા. 1 માર્ચ, 2020ના રોજ સાંજે 4 થી 7 દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, જે.વી. ગોકળ હોલ, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે કરવામાં આવ્યુ છે.

પ્રાર્થના સભાના પ્રારંભે સાંજે 4થી  5.15 અને સાંજે 6 થી સાંજે 7 દરમિયાન ધામેચા પરિવારના સદસ્યોને મળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી શકાશે. જ્યારે સાંજે 5.15થી 6 દરમિયાન સમાજના અગ્રણીઓ દ્વારા સદ્ગત ખોડિદાસભાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવશે અને કિર્તન કરવામાં આવશે.

તકલીફ ન પડે તે આશયે વૃદ્ધ અને અસક્ષમ લોકો માટે હોલ ખાતે કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે અન્ય લોકો માટે તે દિવસે સાંજે 4 વાગ્યાથી વેઇટરોઝ સ્ટોર્સના કાર પાર્કનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ. ખોડિદાસભાઇ આર. ધામેચાનું ગત શુક્રવાર તા. 14 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના જામનગર ખાતે 89 વર્ષની વયે નિધન થયું હતું.

સંપર્ક: પ્રદિપ કે. ધામેચા (પુત્ર) : +44 7768 850 580 – ઇમેઇલ: [email protected] અને શાંતિભાઇ આર. ધામેચા (ભાઇ) : +44 7899 912 899 – ઇમેઇલ: [email protected]