(PTI Photo)

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ગુરુવાર, 16 જાન્યુઆરીની રાત્રે 2.30 વાગ્યાએ થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીની ઓળખ મોહમ્મદ શરીફુલ ઈસ્લામ શહેજાદ તરીકે થઈ હતી અને તે બાંગ્લાદેશી હોવાની પોલીસને પૂરી આશંકા છે. મુંબઈ પોલીસે 30 વર્ષીય આરોપીને કોર્ટમાં રજૂ કર્યો હતો.કોર્ટે તેને 24 જાન્યુઆરી સુધીના પોલિસ કસ્ટડીના રિમાન્ડમાં મોકલ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી પાસે પાસે કોઈ ભારતીય પુરાવા નથી. તે પોતાની ઓળખ છુપાવવા માટે વિજય દાસ, બિજોય દાસ કે પછી BJ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો હતો. આરોપીએ કબૂલ્યું છે કે તે ચોરીના ઈરાદે જ ઘરમાં ઘૂસ્યો હતો. આરોપી બાંગ્લાદેશનો વતની હોઈ શકે છે અને તે 5-6 મહિના પહેલાં જ તે મુંબઈ આવ્યો હોવાની ચર્ચા છે. મોડી રાતે લગભગ 100 જેટલી ટુકડી સાથે કાર્યવાહી કરતાં પોલીસે થાણેના હીરાનંદાણી એસ્ટેટની નજીક બનેલા લેબર કેમ્પ નજીક આવેલી ઝાડીઓમાંથી તેને પકડી પાડ્યો હતો. આરોપી થાણેના રિકી બારમાં હાઉસકીપિંગ વર્કર તરીકે કામ કરતો હતો.

સૈફ અલી ખાન પર મોડી રાતે ઘરમાં ઘૂસીને ચપ્પાથી હુમલો કરાયો હતો. હુમલાખોરો સૈફ અલી ખાન પર છરીના છ ઘા માર્યા હતા અને સૈફની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

LEAVE A REPLY