સ્વ. પ્રેસિડેન્ટ જોન એફ. કેનેડીના વંશજ જો કેનેડી ત્રીજાની અમેરિકન સેનેટમાં સ્થાન મેળવવાની પ્રાયમરી ચૂંટણીમાં હાર થઇ છે. તેમની સ્પર્ધા સેનેટર એડવર્ડ માર્કી સાથે હતી. હવે માર્કી માટે છ વર્ષ સુધી આ પદ પર રહેવાની સંભાવના વધી ગઇ છે. આ હારના કારણે જાણીતા રાજકીય પરિવારની યુવા પેઢીના કોઇ સભ્યને સેનેટની સીટ નહીં મળે. પ્રચાર દરમિયાન 74 વર્ષve માર્કીએ પોતાને ડેમોક્રેટિક પાર્ટીના ઉદારવાદી જૂથના સભ્ય તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. તેમણે ‘ગ્રીન ન્યૂ ડીલ’ અંગે ન્યૂયોર્કની એલેક્ઝાંડ્રિયા ઓકાસિયા કોર્ટેજ સાથે કામ કર્યું હતું અને 39 વર્ષના કેનેડીને ફક્ત નામના પ્રગતિશિલ દર્શાવ્યા હતા.