કોરોના સંક્રમણના વધી રહેલા કેસો પર અંકુશ મેળવવાની નીતિ હેઠળ સાઉદી એરિબાયાએ ત્રણ ફેબ્રુઆરીથી ભારત, બ્રિટન સહિત 20 દેશોથી આવતા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હંગામી પ્રતિબંધ હેઠળ આવતા બીજા દેશોમાં યુનાઇટેડ આરબ અમિરાત, જર્મની, સાઉથ આફ્રિકા, ફ્રાન્સ, ઇજિપ્ત, લેબોનન અને પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે. જોકે ડિપ્લોમેટ, સાઉદી સિટિઝન, મેડિકલ પ્રેક્ટિશનર્સ અને તેમના પરિવારના સભ્યોને આ નિયંત્રણોમાં મુક્તિ મળશે.
સાઉદી અરેબિયા ફરી એકવાર કોરોના સંક્રમણની ઝપેટમાં સપડાતો જોવા મળી રહ્યો છે. અહીં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થવાને લીધે અરબ પ્રશાસન હરકતમાં આવ્યુ છે અને જરુરી પ્રતિબંધોને ફરીથી અમલમાં લાવી રહ્યું છે.