સાઉથ લંડનના સટન ખાતે સટન મિત્ર મંડળ દ્વારા  23 અને 24મી સપ્ટેમ્બરના રોજ વોલિંગ્ટનના બેડિંગ્ટન પાર્કમાં ભારતની જેવા જ સાર્વજનિક ગણેશોત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી હતી.

ભારતના પરંપરાગત પંડાલ જેવા 3400 ચોરસ ફૂટની માર્કીમાં ભારતની વિવિધ પરંપરાઓની ઉજવણી કરાઇ હતી. જેમાં મહારાષ્ટ્રના સ્વાગત લેઝિમ નૃત્ય, દક્ષિણ ભારતીય શૈલીના યજ્ઞો, મરાઠી અને ઉત્તર ભારતીય રિવાજોના મિશ્રણ સમાન આરતી અને ભક્તિ ભજનો સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે લગભગ 5,000 ભક્તોએ દર્શન કર્યા હતા તો 3500 ભક્તોએ મહા પ્રસાદનો લાભ લીધો હતો. આ મહોત્સવ સાકાર થાય તે માટે કિશોરોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધીના 220થી વધુ સમર્પિત સ્વયંસેવકો દ્વારા 3 મહિના સુધી સેવા આપવામાં આવી હતી.

ગણેશ વિસર્જન કાર્યક્રમની અધ્યક્ષતા મેયર કોલિન સ્ટિયર્સ અને સટન બરોના ડેપ્યુટી મેયર ક્લાર્ક લુઈસ ફેલાન દ્વારા કરાઇ હતી. આ પ્રસંગે સટન કાઉન્સિલના નેતા રૂથ ડોમ્બે, સાંસદ ઇલિયટ કોલબર્ન, ક્લાર્ક પરમ નંદા, ક્લાર્ક સુનિત ગોર્ડન ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ સમુદાયના નેતાઓ અને યુકે સ્થિત ચેરિટી સંસ્થા દ્વારા સક્રિય સહયોગ કરાયો હતો.

LEAVE A REPLY