20 વર્ષ પછી અકરમ ખાન 2002માં બનાવેલ ‘કાશ’ (રીવાઇવલ – ગુજરાતીમાં ‘કદાચ’) સાથે તેમની કંપનીના ખૂબ જ પ્રખ્યાત ફૂલ લેંથ પ્રોડકશ્ન સાથે લંડનના વિખ્યાત સાઉથબેંક સેન્ટરમાં પાછા ફર્યા છે. ખાને વિઝ્યુઅલ આર્ટિસ્ટ અનીશ કપૂર અને સંગીતકાર નીતિન સાહની સાથે મળીને ‘કાશ’ની રચના કરી છે. તેઓ તેને “હિન્દુ દેવતાઓ, બ્લેક હોલ્સ, ભારતીય સમય ચક્ર, તબલા, સર્જન અને વિનાશ”થી પ્રેરિત કાર્ય તરીકે વર્ણવે છે. આ વિશિષ્ટ ચાર શો માટે, કંપની ‘કાશ’ને ફરી જીવંત કરવા માટે મજબૂત આંતરરાષ્ટ્રીય કલાકારોને આમંત્રણ આપે છે.
કાશ સમકાલીન નૃત્ય અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ કથકની દુનિયા વચ્ચે સેતુ બનાવવાના ખાનના પ્રયત્નોને ચાલુ રાખે છે. અકરમ ખાન કંપની પંડિત રવિશંકરના 100મા જન્મદિવસની ઉજવણી કરવા પુનઃનિર્ધારિત ‘શંકર 100 શ્રેણી’ના ભાગ રૂપે દેખાશે.
શનિવાર 23 એપ્રિલના રોજ સાંજે 7.30 વાગ્યે યોજાનારા શો માટે ઑડિયો વર્ણન અને શો પહેલા ટચ ટૂર પણ ઉપલબ્ધ છે. ટચ ટુરમાં હાજરી આપવા માટે ક્વીન એલિઝાબેથ હોલની ટિકિટ ઓફિસ ખાતે સાંજે 6 વાગ્યા પહેલા પહોંચવા અનુરોધ કરાયો છે. ટચ ટૂર્સ ખાસ કરીને અંધ અને આંશિક દૃષ્ટિ ધરાવતા મુલાકાતીઓને શો પહેલા પોતાને પરિચિત કરવા માટે સેટ, પ્રોપ્સ અને કોસ્ચ્યુમને સ્પર્શ કરવાની તક આપે છે.
વધુ માહિતી માટે [email protected] ઉપર ઇમેઇલ કરો.