પ્રતિક તસવીર (Photo by Dan Kitwood/Getty Images)

બાળકોની સંભાળમાં અત્યાર સુધીના સૌથી મોટા વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ થતાં સમગ્ર દેશમાં બે વર્ષના બાળકોના હજારો માતા-પિતાને તેમના બાળ સંભાળ ખર્ચમાં મદદ મળી રહી છે. હવેથી બે વર્ષનું બાળક ધરાવતા અને કામ કરતા માતા-પિતાને 1 એપ્રિલથી અઠવાડિયામાં 15 કલાકની સરકારી ભંડોળની બાળ સંભાળ મેળવી શકશે. જેને કારણે આ અઠવાડિયાથી 150,000 થી વધુ બાળકો સરકાર દ્વારા ભંડોળ મેળવનાર નર્સરીમાં રહી શકશે.

વડા પ્રધાન ઋષિ સુનક કહે છે કે પરિવારોને માનસિક શાંતિ આપવા માટે સરકારી યોજનાના ભાગરૂપે સંપૂર્ણ રોલઆઉટ માતાપિતાને વાર્ષિક સરેરાશ £6900 બચાવશે.

સપ્ટેમ્બર 2025 સુધીમાં સંપૂર્ણ રોલઆઉટ પૂર્ણ થશે ત્યારે કામ કરતા માતા-પિતા પ્રસૂતિની રજાના અંતથી લઈને તેમનું બાળક શાળા શરૂ કરે ત્યાં સુધી 30 કલાકની ફ્રી નર્સરીનો ઉપયોગ કરી શકશે, જેથી માતાપિતાને દર વર્ષે સરેરાશ £6900ની બચત થશે.

સરકારે ચાઇલ્ડ માઇન્ડર્સની ભરતી અને જાળવણીને વેગ આપવાનાં પગલાં તરીકે મોટી રાષ્ટ્રીય ભરતી ઝુંબેશ શરૂ કરી £400 મિલિયનથી વધુનું વધારાનું રોકાણ પૂરું પાડીને આ ક્ષેત્રને ટેકો આપ્યો છે. સરકાર આગામી બે વર્ષમાં અંદાજિત £500 મિલિયનનો દર વધારશે.  સરકારને વિશ્વાસ છે કે ચાઈલ્ડકેર સેક્ટર ઓફર પહોંચાડવા માટે તૈયાર છે અને ખાતરી કરી છે કે માતા-પિતાને તેમની જરૂરિયાત મુજબની બાળ સંભાળ મળે.

LEAVE A REPLY