સેન્ટર ફોર એજિંગ બેટર દ્વારા યુકેમાં પ્રકાશીત થયેલા એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે લોકો સમાજના વૃદ્ધ સભ્યોને મોટે ભાગે અસમર્થ, પ્રતિકૂળ અથવા બોજ તરીકે જુએ છે. વૃદ્ધ લોકોનો બહોળા પ્રમાણમાં ઉપહાસ કરવામાં આવે છે, બાકીના સમાજ દ્વારા તેમનું રક્ષણ કરવામાં આવે છે, અને આશ્રય આપવામાં આવે છે.
અહેવાલમાં જણાવાયુ હતુ કે કાર્યસ્થળે, આરોગ્ય અને સોશ્યલ કેર ક્ષેત્રે, મીડિયામાં તેમજ શ્યામ અને લઘુમતી વંશીય જૂથોની મહિલાઓને લોકોના ભેદભાવના “ડબલ સંકટ”નો સામનો કરવો પડે છે અને નકારાત્મક વલણ ફેલાયેલ છે. લોકો માને છે કે વૃદ્ધ કર્મચારીઓનુ કામગીરીનું સ્તર નીચુ હોય છે, તેમનામાં શીખવાની ઓછી ક્ષમતા હો છે અને તેઓ યુવાન કામદારો કરતા વધુ ખર્ચાળ તરીકે જોવામાં આવે છે.
અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા વૃદ્ધાવસ્થાને કટોકટી અથવા સામાજિક બોજ તરીકે રજૂ કરે છે. વૃદ્ધોની વસ્તીને “ગ્રે સુનામી”, “ડેમોગ્રાફિક ક્લિફ” અને ” ડેમોગ્રાફિક ટાઇમબોમ્બ” જેવા રૂપકોનો ઉપયોગ કરીને વર્ણવવામાં આવે છે. મોટે ભાગે, વૃદ્ધ લોકોને “વિલન” તરીકે અને અયોગ્યરૂપે સમાજના ઘણા બધા સંસાધનોનો વપરાશ કરતા હોવાનુ કહેવામાં આવે છે.
જૂથના ચિફ એક્ઝીક્યુટીવ અન્ના ડિકસને કહ્યું હતુ કે આગામી 20 વર્ષમાં 65 અને તેથી વધુ વયના લોકોની સંખ્યા 40% કરતા વધુ વધશે. એવા ઘરોની સંખ્યા પણ વધશે જ્યાં સૌથી વૃદ્ધ વ્યક્તિ 85 કે તેથી વધુ ઉંમરના હશે અને તેમની સંખ્યા અન્ય વય જૂથની તુલનામાં ઝડપથી વધી રહી છે. આજે પણ યુકેમાં ત્રણમાંથી એક વ્યક્તિ વય પૂર્વગ્રહ અથવા વય ભેદભાવ અનુભવે છે. એજીઝમ નુકસાનકારક છે, અને તેમ છતાં, ઘણીવાર તેને પૂર્વગ્રહ અથવા ભેદભાવના અન્ય સ્વરૂપોની જેમ ગંભીરતાથી લેવામાં આવતું નથી.
ચેરિટી ઈન્ડિપેન્ડન્ટ એજના ચીફ એક્ઝિક્યુટિવ ડેબોરાહ અલસિનાએ જણાવ્યું હતું કે: “પાછળના જીવનમાં લોકોને‘ બોજો ’તરીકે વર્ગીકરણ કરવું એ તેમનુ અંતિમ અપમાન છે. આ તારણો દર્શાવે છે કે આપણે હંમેશાં એકબીજા સાથે ઉચિત વ્યવહાર કરતા નથી.
ઇન્ટરનેશનલ લોંગેવીટી સેન્ટરના નિર્દેશક ડેવિડ સિંકલેરે જણાવ્યું હતું કે: “એજીઝમની નકારાત્મક અસર તમામ વયને અસર કરે છે. આના પરિણામે લોકોને નોકરીમાંથી વહેલા કાઢી મૂકવામાં આવે છે.