વીબી એન્ડ સન્સ સ્ટોર્સ બંધ થયાની અફવા ખોટી

0
1637

કોરોનાવાયરસના ચેપનો ભોગ બનેલા કેટલાક કર્મચારીઓના ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે અને વીબી એન્ડ સન્સના સ્ટોર્સ બંધ થઇ ગયા હોવાના બોગસ – જૂઠા સંદેશાઓ સોશ્યલ મિડીયા પર સંદેશા વહેતા થયા હતા. જો કે વીબી એન્ડ સન્સના સંચાલકોએ આ સમાચાર કે અફવા ખોટી હોવાની અને તેમના તમામ સ્ટોર્સ રાબેતા મુજબ ચાલુ હોવાનુ ગરવી ગુજરાતને જણાવ્યુ હતુ.

વીબી એન્ડ સન્સના ટૂટીંગ – મીચમ રોડના સ્ટોર મેનેજર પ્રમિક પટેલે ગરવી ગુજરાતને જણાવ્યુ હતુ કે  સોશ્યલ મીડિયામાં તાજેતરમાં ફેલાવાયેલી દૂષિત અને ખોટી અફવાઓના જવાબમાં, અમે સ્પષ્ટતા કરવા માગીએ છીએ કે અમારા તમામ સ્ટોર્સ ગ્રાહકોની સેવામાં હંમેશની જેમ ખુલ્લા છે. અમે ઘણા વર્ષોથી નિષ્ઠાવાન અને સતત સમર્થન આપતા અમારા તમામ ગ્રાહકોના આભારી છીએ. વીબી એન્ડ સન્સ તરફથી પોતાના ફેસબુક પેજ પર પણ ખુલાસો કરવામાં આવ્યો હતો.